પોરબંદર એલસીબીએ કમલાબાગ પોસ્ટે.ના કડિયા પ્લોટમાંથી જુગારધામ પકડી પડ્યું
રહેણાંક મકાનમાં જુગાર રમતા ૬ સ્ત્રી-પુરુષોને રૂ.૫૧૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી.
ગોસા(ઘેડ)તા. ૩૦/૧૧/૨૦૨૪
પોરબંદરના કડિયા પ્લોટમા પોતાના કબ્જા હક્કના માલિકીના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી હરજીતનો રોન પોલીસ નામનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોરબંદર એલ.સી.બી.એ બાતમી વાળી જગ્યાએ રેડ પડતાં મકાન માલિક સહીત ત્રણ પુરુષો અને ત્રણ મહિલા ને જુગાર રમતા પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ગેર કાયદેસર દારૂ/જુગાર ની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સુરજીત મહેડુનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ઈન્સાર્જ પી.આઈ.આર.કે. કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફ ના માણસો પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અગાઉથી હેડ કોસ્ટેબલ જીતુભાઈ દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણ ને હકીકત મળેલ કે કડિયા પ્લોટ શેરી નંબર ૭માં રહેતા વિપુલ ગાંગાભાઈ આગઠ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારું નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો હારજીત નો જુગાર રમાડે છે.
ત્યારે એલ.સી.બી.સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ વેરીફાઈ કરતા જુગાર ચાલુ હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા મકાન માલિક વિપુલ ગંગાભાઈ આગઠ ઉ.વ. ૫૦, નોંઘણ વિરમભાઈ બોખરીયા ઉ.વ.૩૯, રહે બોખીરા નેવીની દિવાલ પાસે, ચામુંડા માતાના મંદિર પાસે પોરબંદર, વિનેશ ઉર્ફે રાજુ બાલુભાઇ મોઢવાડિયા ઉ.વ.૩૭ રહે બિરલા કોલોની, ઈન્દીરા નગર ડેરી ફાર્મ હાઉસ સામે પોરબંદર, કુસુમબેન વા/ઓ. સુનિલભાઈ લાલજીભાઈ ઝાલા ઉ.વ.૪૦ રહે કડિયા પ્લોટ શેરી નંબર ૮ પોરબંદર,ભારતીબેન વા.ઓ.તુલશીભાઈ જેઠાભાઇ રાઠોડ ઉ.વ.૫૫ રહે બોખીરા રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ પોરબંદર તથા સોનલબેન વા./ઓ. રાજુભાઈ નાથાભાઈ ઓડેદરા ઉ.વ.૩૩ રહે બોખીરા શ્રી નિવાસ ફાસ્ટફૂડ પાછળ જનકપુરી સોસાયટી પોરબંદર વાળાઓને ગંજી પતાના પાના નંગ.- ૫૨ તથા રોકડા રૂ. ૫૧૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેશ સુધી કાઢેલ છે. અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર તથા વુમન એ.એસ.આઇ. રૂપલબેન લગધીર તથા હેડ કોસ્ટેબલ ઉદયભાઇ વરુ, સલીમભાઈ પઠાણ, ગોવિંદભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મકકા, મુકેશભાઈ માવદીયા, કુલદીપ સિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડે દરા, જીતુભાઈ દાસા તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ, તથા ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ રોહિતભાઈ વસાવા વગેરે રોકાયા હતા
રિપોર્ટર વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
