જાફરાબાદનાં દરીયાઈ ખાડી વિસ્તારમાં ક્રિકેટ રમવાનું મેદાન બનાવવાનો પ્રયાસ - At This Time

જાફરાબાદનાં દરીયાઈ ખાડી વિસ્તારમાં ક્રિકેટ રમવાનું મેદાન બનાવવાનો પ્રયાસ


જાફરાબાદનાં દરીયાઈ ખાડી વિસ્તારમાં ક્રિકેટ રમવાનું મેદાન બનાવવાનો પ્રયાસ

જાફરાબાદ શહેરના નવા પુલની બાજુમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકારી જમીનમાં કોઈ અજાણ્યા ઈસમે કોઈપણ જાતની વહીવટીતંત્રની મંજુરી મેળવ્યા વિના દરિયાઈ ખાડીના કિનારે ક્રિકેટનું મેદાન બનાવી નાંખી તેમજ 1 બનાવેલ ક્રિકેટના મેદાનની ત્રણ બાજુએ ૨.૫ થી ૩ ફુટ ઉચાઈના માટીના પાળા પણ બનાવી નાંખી દરીયાઈ ખાડીના કુદરતી પ્રવાહને આવતો રોકીને તેમજ આ મેદાન માટે આ વિસ્તારમાં આવેલ મેન્ડ્રુવના ઝાડ કાઢી નાખીને નોટીકશનનો ભંગ કરીને અજાણ્યા શખ્સોએ ગુન્હો કર્યા અંગેની ફરિયાદગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના પ્રાદેશીક અધિકારી અલ્કેશકુમાર જગદીશભાઇ રાઠોડે જાફરાબાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ જાફરાબાદ ના હરેશકુમાર નાથાલાલ બાંભણીયા એ જાફરાબાદ શહેરમાં આવેલ નવાપુલ ની બાજુમાં સામાકાંઠા વિસ્તારના દરિયાઈ ખાડી ના CRZ વિસ્તારમા મોટા પ્રમાણમાં મેંગ્રુંજ ના ઝાડ હોઈ તે ઝાડને આધુનિક સાધનો દ્વારા કટિંગ કરવાનુ કામ કરતા હતા. અને મંજુરી લીધા વગર કંન્ટ્રકશનનું કામ થતુ હોય તે જોતાની સાથેજ જાફરાબાદ ના મામલતદાર સાહેબ ને નવા પુલની બાજુમા મેંગૃજ ના ઝાડ નો નાશ થતો અટકાવવા એક લેખીત અરજી આપી. અરજીના આધારે જાફરાબાદ મામલતદાર સાહેબ ના સ્ટાફ દ્વારા ત્યા જઈને ખોટું પંચ રોજકામ કરી અને પ્રાંત સાહેબ રાજુલા, અને કલેક્ટર સાહેબ અમરેલી નાઓ ને ખોટો રિપોર્ટ કરેલો અને આ પર્યાવરણ માં નુકશાન કરનાર ને સમર્થન આપેલ. અને આ મેંગૃજ ના ઝાડ ને નુકસાન કરનારા એ તેનું કામ સતત ચાલુ રાખ્યું ત્યારબાદ પ્રાંત અધિકારી રાજુલા, અને જિલ્લા કલેકટર સાહેબ અમરેલી નાઓ ને વારંવાર રજૂઆત કરતાં જાફરાબાદના મામલતદાર સાહેબે અરજદારને સાથે રાખી પંચ રોજકામ કેરલ તેમાં મેંગ્રુજ ના ઝાડ કાપવાની સઘળી હકીકત સામે આવી. પરંતુ આ સરકારી બાબુઓએ મેન્ગ્રું ના ઝાડ કાપવાનું અટકાવેલ નહી. આથી ના છૂટકે ગુજરાત હાઈકોર્ટ નો સહારો લેવાની ફરજ પડી. અને ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મહેતા સાહેબ મારફત ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરેલ તે PIL તા 03/05/2024 ના રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ સાહેબ અને જસ્ટિસ અનિરુદ્ધ માયી સાહેબ ની ડિવિઝન બેન્ચે કેન્દ્ર સરકાર અને જીપીસીબી અને જિલ્લા વહીવટી તંત્ર ને ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહી જવાબ આપવા નોટિસ જારી કરેલ. ત્યારબાદ આ ભર નિન્દ્રા માં સૂતેલું તંત્ર જાગ્યું. અને અમરેલીના જિલ્લા કલેકટર સાહેબ દ્વારા અમરેલી જિલ્લાની CRZ કમિટીની બેઠક બોલાવી હતી. અને જાફરાબાદના મામલતદાર સાહેબને એક લેટર મોકલીને આ CRZ વિસ્તારમા બનાવેલા પાળા અને ક્રિકેટ રમવાની પીચ બનાવેલી હતી તે તોડી પાડવા હુકમ કર્યોહતો. અને જાફરાબાદના મામલતદાર સાહેબે તા. 17/5/2024 ના રોજ 05:00 વાગ્યે નગરપાલિકા જાફરાબાદના JCB થી આ CRZ વિસ્તારમા બનાવેલા પાળા અને ક્રિકેટ રમવાની પીચ બનાવેલી હતી તે તોડી નાખેલ. ત્યાર બાદ તા. 20/05/2024 ના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભાવનગર વિભાગ ના અધિકારી અલ્કેશકુમાર જગદીશભાઈ રાઠોડ દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં આ મેંગૃજ ના ઝાડનુ નુકસાન કરનારા સામે ફરિયાદ દાખલ કરેલ છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.