જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી નિમિત્તે મહુવામાં ભવ્ય સેવાયજ્ઞ - At This Time

જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી નિમિત્તે મહુવામાં ભવ્ય સેવાયજ્ઞ


માણસ હાજર હોય ત્યારે તો એના માનમાં આયોજન થાય પરંતુ વ્યક્તિ હજારો માઈલ દૂર કેનેડામાં હોય અને એના માનમાં આખા મહુવા શહેરમાં બેનર્સ લાગે અને પાંચસોથી વધું દર્દીઓનું સર્વરોગ નિદાન થાય અને દવા પણ નિશૂલ્ક આપવામાં આવે ત્યારે એ વ્યક્તિ પ્રત્યેનો લોકોનો આદર સાબીત થાય છે વાત એમ બની કે ડો.જગદીશ ત્રિવેદી તા.૨૨/૪/૨૦૨૪ ના રોજ પદ્મશ્રી મેળવી પોતાના ઘેર જવાને બદલે સીધા તલગાજરડા ગયા અને પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે એ એવોર્ડ હનુમાનજી મહારાજને અર્પણ કર્યો તે સાંજે મહુવા બ્રહ્મસમાજના મુ. પ્રફૂલ્લભાઈ પંડ્યા, હરેશભાઈ મહેતા અને ડો. કમલેશ ડી. જોષીએ બ્રહ્મસમાજ દ્વારા એમનો સત્કાર સમારંભ રાખ્યો હતો જેમાં જગદીશ ત્રિવેદીએ કહ્યું કે હું શાલ, હાર, ગુલદસ્તો કે મોમેન્ટો સ્વીકારતો નથી પણ “ સન્માન બદલે સેવા “ એવું મારું સુત્ર છે આ વિચારને વધાવી મહુવા સમસ્ત બ્રહ્મસમાજે ઈન્ડીયન મેડીકલ એશોશિએશન સાથે મળીને તા. 12/5/2024 ના રોજ સર્વરોગ નિદાન કેમ્પની જાહેરાત કરી અને એમાં દવા પણ મફત આપવાની ઉદારતા બતાવી જગદીશ ત્રિવેદી તા.2/5/2024 ના રોજ અમેરીકા અને કેનેડા પ્રવાસમાં ગયા પણ ભૂદેવોએ અને તબીબોએ બરાબર વચન પાળ્યું હતું આખા મહુવા શહેરમાં ઠેરઠેર કલાકારનાં ફોટા સાથેના બેનર લાગ્યા, છાપા દ્રારા પેમ્ફલેટસ વહેંચવામાં આવ્યા અને તે દિવસે મહુવાના બન્ને ન્યાયાલયના આદરણિય ન્યાયાધિશો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રામ પાસ રહો મંદિરના પૂજ્ય રાજુબાપુએ દીપ પ્રાગટય કરી શુભારંભ કર્યો, IMA ના પ્રમુખ ડો. ધીરજ આહીર અને મંત્રી ડો. જયેશ શેઠ અને ડો.પી.એસ.ભૂત પણ હાજર રહ્યા આશરે પચીસ જેટલાં વિવિધ ક્ષેત્રના ડોક્ટર્સ અને પચીસ જેટલાં મેડીકલ ઓફીસર્સના સહયોગથી વરસો પછી મહુવામાં એક સુંદર સર્વરોગ નિદાન કેમ્પ સંપન્ન થયો હતો જેમાં જનસેવા ટ્રસ્ટનો પણ સહયોગ મળ્યો હતો આ પ્રસંગે સૌએ સેવાભાવી તબીબ ડો. કમલેશ જોષીનો ખાસ આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.