પાળીયાદ દરબાર ગઢના જુના દરવાજા નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડી કુલ ૫૧,૪૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી બોટાદ એલ.સી.બી. - At This Time

પાળીયાદ દરબાર ગઢના જુના દરવાજા નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડી કુલ ૫૧,૪૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી બોટાદ એલ.સી.બી.


(રિપોર્ટ અસરફ જાંગડ)
ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ જુગારની પ્રવૃતિ સદંતર બંધ થાય તે સારૂ અસરકારક કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન હેઠળ બોટાદ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.સાકરીયા નાઓની સુચના મુજબ એ.અસ.આઇ. અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા નાઓને બાતમી આધારે પાળીયાદ પો.સ્ટે. વિસ્તારમાં પાળીયાદ વિસામણબાપુની જગ્યા પાછળ આવેલ દરબાર ગઢના જુના દરવાજા નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૦૭ ઇસમો ને રેઇડ દરમ્યાન પકડી પાડી ગંજીપાના નંગ-પર કિં.રૂ. 00/- તથા રોકડ રૂ. ૫૧,૪૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.