હળવદના દિવ્યપાર્ક-૧ માં આવેલ રહેણાંકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:આરોપી ફરાર - At This Time

હળવદના દિવ્યપાર્ક-૧ માં આવેલ રહેણાંકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:આરોપી ફરાર


અલગ અલગ બ્રાન્ડની વોડકા-વ્હિસ્કીની ૨૪ બોટલ ઝડપાયી

હળવદના દિવ્યપાર્ક -૧ માં આરોપીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૪ બોટલ ઝડપી લેવામાં આવી છે જયારે દરોડા દરમિયાન આરોપી હાજર મકી આવેલ ન હોય જેથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પોલીસ ટીમને બાતમી મળી હતી કે દિવ્યપાર્ક-૧ માં આરોપી વિનોદભાઈના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના હેતુસર વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે. જે મળેલ બાતમીને આધારે તાત્કાલિક દિવ્યપાર્ક-૧માં દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૨૪ બોટલ કિ.રૂ.૮,૪૫૦/- મળી આવેલ હતી જયારે દરોડા દરમિયાન આરોપી વિનોદભાઈ કરશનભાઇ ચૌહાણ હાજર મળી આવેલ ન હતા તેથી આરોપીને ફરાર દર્શાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.