પોરબંદર : ટ્રાફિક પોલીસ દ્વારા જાવરમાં હીરાવતી મરીન પ્રોડક્ટ કંપની ખાતે ટ્રાફિક અરવનેસ કાર્યક્રમ યોજાયો
હેલ્મેટ, સીટ બેલ્ટ, સેલફોન નો ઉપયોગ ન કરવા,ગુડ સમરીટન યોજના, ટ્રાફિક નિયમોની સમજ તેમજ હિટ એન્ડ રન સ્કીમ ૨૦૨૨ ની વિગતે સમજ અપાઈ
ગોસા(ઘેડ) : પરવાહ રાજય વ્યાપી માર્ગ સલામતી૨૦૨૫ અભિયાન અંતર્ગત પોરબંદર ટ્રાફીક પોલીસ શાખા દ્વારા પોરબંદરમાં જાવર વિસ્તારમાં આવેલ હિરાવતી મરીન પ્રોડક્ટ કંપની ખાતે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.
પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજાનાઓના સલામતી માર્ગદર્શન તથા સૂચના મુજબ "પરવાહ" રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન-૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં જુદી જુદી જગ્યાઓએ ટ્રાફિક અવરનેસ કાર્યક્રમોનું ટ્રાફિક પોલીસ શાખા દ્વારા આયોજન કરવામાં આવે છે.
જે અંતર્ગત ટ્રાફિક પીએસઆઇ કે. એન. અઘેરા અને પોલીસ ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા પોરબંદરમાં જાવર વિસ્તારમાં આવેલ હિરાવતી મરીન પ્રોડક્ટ કંપની ખાતે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.
જેમાં વાહન અકસ્માત અટકાવવાના ઉપાયો માં ઔધોગિક ક્ષેત્રે કામ કરતા લોકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ, સેલફોન નો ઉપયોગ ન કરવા, વાહન ની ઞતિમર્યાદા બાબતે તેમજ રોગ સાઈડમાં વાહન ન ચલાવવા અને ડ્રાઈવીગ લાયસન્સ, વિમો વિઞેરે ડોક્યુમેન્ટ બાબતે અને તેમની સલામતી અને સુરક્ષા માટે આ ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવેલ તેમજ ગુડ સમરીટન યોજના અને હીટ એન્ડ રન સ્કીમ ૨૦૨૨ બાબતે વિગતવાર કાયદાકીય માર્ગ દર્શન આપવામાં આવેલ અને વિશેષ માં માર્ગ સુરક્ષા ના સોનેરી નિયમો ની પત્રિકા નું વિતરણ કરવામાં આવેલ.
આ કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓમાં ટ્રાફિક પીએસઆઇ કે. એન. અઘેરા અને પોલીસ ટ્રાફિક શાખા ની ટીમના હેડ કોસ્ટેબલ એ.સી. જાડેજા તથા ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં નેહલભાઈ હોદાર તથા નિલેશભાઈ ચુંડાવદરા રોકાયા હતાં.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
