લાઠીદડ ની ઉમિયા મહિલા કોલેજ દ્વારા વન-ડે કેમ્પ"નું આયોજન કરવામાં આવ્યું - At This Time

લાઠીદડ ની ઉમિયા મહિલા કોલેજ દ્વારા વન-ડે કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ દ્વારા)
બોટાદ ના લાઠીદડ ખાતે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં કાર્યરત* એન.એસ.એસ યુનિટ દ્વારા 24 સપ્ટેમ્બર એટલે કે એન.એસ.એસ દિવસની ઉજવણી નિમિત્તે "વન-ડે કેમ્પ"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન એ.ડી ભાઈ ભાવનગરયા દ્વારા રેલીને લીલી ઝંડી બતાવીને વન-ડે કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં લાઠીદડ ગામની સફાઈ અને કેમ્પસ સફાઈ કરવામાં આવી હતી.સાથે સાથે ભાવનગરમાં કાર્યરત અંધ ઉદ્યોગ શાળા માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીની બહેનોએ લાઠીદડ ગામમાં ઘરે ઘરે જઈને ગ્રામજનોને સમજાવીને અંધ ઉદ્યોગ શાળા માટે ફંડ એકત્રિત કરવાના યથાર્થ પ્રયત્ન કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એ. ડી ભાઇ ભાવનગરીયા તેમજ કોલેજના પ્રિન્સિપાલ તથા સમગ્ર કોલેજ ના સ્ટાફ હાજર રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.