નાના છૈડા ખાતે માલા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભગવદ્દ સપ્તાહ નું આયોજન કરાયું. - At This Time

નાના છૈડા ખાતે માલા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભગવદ્દ સપ્તાહ નું આયોજન કરાયું.


આપણા નૂતન વર્ષ નો પ્રથમ મહિનો કારતક મહિનો જે પિતૃકાર્ય માટે ઉત્તમ મહિનો ગણાય છે. આમતો લોકો વર્ષમાં કારતક, ચૈત્ર, ભાદરવો મહિનામાં પિતૃકાર્ય કરે છે.
આવા જ પ્રવિત્ર કારતક મહિનામાં બોટાદ જીલ્લાના નાના છૈડા ગામે માલા પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે ભગવદ્દ સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રીમદ્દ ભગવદ્દ કથાના વ્યાયાસને શાસ્ત્રીજી સતિષભાઈ વ્યાસ દ્વારા પોતાની આગવી સંગીતમય શૈલીમાં સુંદર રસપાન કરાવી રહ્યા છે. જેમાં આવતા પાવન પ્રસંગો માં કપિલ જન્મ, કૃષ્ણ જન્મ, વામનજન્મ, કૃષ્ણ રૂક્ષમણી વિવાહ, જેવા પાવન પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. શ્રી મદ ભગવદ્દ કથા પૂજ્ય વિસામણબાપુ ની જગ્યાના મહંત નિર્મળાબા દ્વારા દિપ પ્રાગટ્ય દ્વારા આરંભ કરી હતી. કથા દરમિયાન નામી અનામી સંતો-મહંતો, ચારણ ભગવતી માતાઓ, રાજકીય આગેવાનો, જીલ્લા ના અધિકારીઓ પોલીસ અધિકારી ઓનું માલા પરિવારના વહતુંભાઈ, રણજીતભાઈ, ભરતભાઈ તથા મુનાભાઈ દ્વારા શોભતું સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કથા નું સંચાલન પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.