પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ના ગાયનેક ડો નયન કછોટ દ્વારા એક દિવસ મા ૧૨ ડીલીવરી નોર્મલ કરાવેલ - At This Time

પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ના ગાયનેક ડો નયન કછોટ દ્વારા એક દિવસ મા ૧૨ ડીલીવરી નોર્મલ કરાવેલ


પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ના ગાયનેક ડો નયન કછોટ દ્વારા એક દિવસ મા ૧૨ ડીલીવરી નોર્મલ કરાવેલ

સોમનાથ

પ્રભાસ પાટણ સોમનાથ મા આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેક ડો નયન કછોટ ની ખુબજ સરસ કામગીરી છે જેથી ગરીબ મધ્યમ વર્ગના બહેનો ને સારી સારવાર મળે
અત્યારે મોટાંભાગની ડીલેવરી સીઝરીયન થી કરવામાં આવે છે પરંતુ ડો કછોટ શક્ય હોય ત્યાં સુધી નોર્મલ ડિલિવરી કરવા નો આગ્રહ રાખે છે અને તેવોએ એકજ દિવસ મા ૧૨ ડીલીવરી નોર્મલ કરાવેલ છે અને તેમાંથી દશ પુત્ર અને બે તંદુરસ્ત પુત્રી નો જન્મ થયેલ છે
એક વર્ષ થી ડો નયન કછોટ એ પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ છે ત્યારથી ખુબજ સારી કામગીરી કરી રહેલ છે અને તેવો મહિના મા ૮૦ થી વધુ ડીલેવરી કરાવે અને અત્યાર સુધીમાં તેવો એ ૮૦૦ થી વધુ ડીલેવરી કરાવેલ છે જેમાં મોટાભાગની નોર્મલ ડિલિવરી કરવેલ છે તેવોએ ત્રણ મહિના મા ૧૦૦ થી વધુ સીઝરીયન ઓપરેશન કરેલ છે અને સ્ત્રીઓ ને લગતા અન્ય ઓપરેશન કરેલ છે જેથી ગરીબ મધ્યમ વર્ગના બહેનો ને આર્થિક રીતે ખુબજ ફાયદો થયેલ છે
અત્યારે સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ ના ત્રણ મશીનો આવેલ છે જેથી ડાયાલીસીસ ના દર્દી ઓ ને સારી સારવાર મળી રહે છે તેમજ દાંત વિભાગ, ડીજીટલ એક્ષરે મશીન, લેબોરેટરી, કસરત વિભાગ સહિત ની સુવિધા ઉપલબ્ધ છે તેમજ મેડિકલ ઓફિસર દ્વારા રોજના ૨૫૦ જેટલા દર્દીઓ ને તપાસ કરી સારવાર કરવામાં આવે છે પ્રભાસ પાટણ સોમનાથ મા સરકારી હોસ્પિટલ આવેલ છે જેથી સોમનાથ આવતા યાત્રિકો પણ આ હોસ્પિટલ નો લાભ લે છે

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.