મોડાસા જે.બી. શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં આજથી સાત દિવસ માટે નાના ભૂલકાઓ માટે સમર કેમ્પનું આયોજન કરાયું
મોડાસા મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી. શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં આજથી સાત દિવસ માટે નાના ભૂલકાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી સમર કેમ્પ ની શરૂઆત કરવામાં આવી. જેમાં લગભગ 90 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. આ કેમ્પનો હેતુ બાળકો મોબાઈલ અને તેની નકારાત્મક અસરોથી દૂર રહે, એમનામાં રહેલા વિવિધ કૌશલ્ય બહાર આવે, વિવિધ પ્રવૃત્તિઓથી માનસિક અને શારીરિક વિકાસ થાય, આખું વર્ષ ચાર દીવાલો ની અંદર મેળવેલ શિક્ષણ ની જગ્યાએખુલ્લા મેદાનમાં કુદરતી વાતાવરણ માં તર્ક શક્તિ ,નેતૃત્વ , આત્મવિશ્વાસનો વિકાસ થાય તે અંગેનો છે. સાત દિવસ દરમિયાન દરરોજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે યોગા, ડાન્સ અને મ્યુઝિક, માટીના રમકડા બનાવવા, ચિત્રકામ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, હોર્સ રાઇડિંગ, અક્ષર લેખન, બેઝિક અંગ્રેજી, મેજિક ઓફ સાયન્સ, હિડન ટેલેન્ટ વગેરે પ્રાથમિક વિભાગના નિષ્ણાત શિક્ષકો દ્વારા શીખવાડવામાં આવશે. સમર કેમ્પના કોઓર્ડીનેટર ભૂમિકાબેન સોની અને પરેશભાઈ પરમારે આચાર્ય દિપકભાઈ મોદી અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની મદદથી સાત દિવસની વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરેલ છે. વાલીઓ માટે પણ છેલ્લા દિવસે સુંદર રમતનું આયોજન કરવામાં આવેલ છે.આચાર્ય દીપકભાઈ મોદીએ આ પ્રસંગે પધારેલ મહેમાન શ્રી મહેન્દ્રભાઈ વી.શાહ, પ્રમુખ શ્રી મ.લા.ગાધી ઉચ્ચતર કેળવણી મંડળ, પ્રભારી મંત્રીશ્રી ડોક્ટર રાકેશભાઈ સી. મહેતા, શ્રી પરેશભાઈ બી. મહેતા વગેરેનું સમર કેમ્પના ઉદઘાટન પ્રસંગે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ભાગ લેનાર વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર સ્ટાફનો હાર્દિક આભાર માન્યો હતોઆચાર્યએ પ્રતિભા આપતા જણાવ્યું હતું કે અભ્યાસની સાથે સાથે શાળામાં દર વર્ષે જુદા જુદા થીમ પર સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને બાળકો મોબાઈલથી દૂર રહીને નિખાલસ ભાવે તેમનામાં રહેલી વિવિધ શક્તિઓ બહાર લાવી શકે.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી શાહ, મંત્રી શ્રી ડોક્ટર રાકેશભાઈ સી મહેતા, પરેશભાઈ બી મહેતા વગેરેએ બાળકો અને સમગ્ર સ્ટાફને હાજર રહીને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ કૌશલ્ય અનેક પ્રવૃત્તિઓ યોજીને બહાર લાવી શકાય , વાર્તા અને અનેક ઉદાહરણ દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓના ફાયદા અને જીવનમાં તેના મૂલ્ય ની સમજ આપી હતી. તેઓએ આચાર્ય દિપકભાઈ મોદી તેમજ સમર કેમ્પના કો -ઓડીનેટર શ્રી, વિવિધ પ્રવૃત્તિઓના ઇન્ચાર્જ શિક્ષકો ને વિવિધ પ્રકારની પ્રવૃત્તિના આયોજન કરવા બદલ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. કેમ્પસ કોઓર્ડીનેટર શ્રી ડોક્ટર સંતોષ દેવકર હાજર રહીને સમગ્ર સ્ટાફ અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ એમ. શાહે સ્ટાફ અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી. સમર કેમ્પની શરૂઆત પ્રથમ દિવસે પ્રાર્થનાથી મદદનીશ શિક્ષક જિકલબેન ઉપાધ્યાય, અને આભાર વિધિ ભૂમિકાબેન સોનીએ કરી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
