આર્થીકભીંસથી કંટાળી આરએમસીના કર્મચારીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ - At This Time

આર્થીકભીંસથી કંટાળી આરએમસીના કર્મચારીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ


શહેરની ભાગોળે આર્થીકભીંસથી કંટાળી આરએમસીના કર્મચારીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની વિગત અનુસાર, રતનપર ગામમાં રહેતાં રસિકભાઈ લવજીભાઈ ખીમસૂરિયા (ઉ.વ.45) ગતરોજ રાત્રે ગવરીદળ પાસે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. વધુમાં જાણવા મળ્યા અનુસાર, રસિકભાઈ આરએમસીમાં ઢોરપકડ પાર્ટીમાં ફરજ બજાવે છે,અને થોડા સમયથી આર્થીકભીંસથી પીડિત હોય જેનાથી કંટાળીને તેમને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.