ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે સામાન્ય ધિમીધારે વરસાદ પડતા પાણીના ખાડા ભરાયા ગંદકીના ઢગલા આમ-જનતા પરેશાન - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે સામાન્ય ધિમીધારે વરસાદ પડતા પાણીના ખાડા ભરાયા ગંદકીના ઢગલા આમ-જનતા પરેશાન


તા:24 ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલિદર ગામે જ્યાં ગામથી બહાર અને આજુબાજુ ઞામડાનાં લોકો માટે જતો રસ્તો પ્રચાર થાય છે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયેલા હોય જેમાં ગંદા પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળે છે જે આગળનો રસ્તો બનાવવામાં આવ્યો હતો જે રસ્તો તોડીને પાણીનાં પાઇપ નાખવામાં આવ્યા છે જેમાં આજે મોટા મોટા ખાડા પડી જતા દરેક જગ્યાએ પાણીના ખાડા ભરેલા જોવા મળે છે જ્યાંથી સ્કૂલે જતાં બાળકો અને ત્યાં આલીદર ઞામમાં આ બજારમાં શાકમાર્કેટ પણ આવેલું હોય જ્યાં આલીદર ગામમાં આ રસ્તા ઉપર બેંક.ઓફ.બરોડા અને ktc bank પણ આવેલી હોય ત્યાં અન્ય બેંકનાં ગ્રાહકોને પણ અવરજવર કરવાની હોય જેમાંથી લોકોનેં ચાલીને પ્રચાર થવું પડતું હોય એવી આમ-જનતાની હાલત પરિસ્થિતિ જોવા મળે છે

ત્યારબાદ જોવા જઈએ તો આ રસ્તા ઉપર કન્યાશાળા અને માધ્યમિક શાળા પણ આવેલી છે ત્યાંથી એક ગટર પણ પ્રચાર થાય છે અને આ ગટર પણ ટાંકવામાં આવેલી નથી અને સ્કૂલની બાજુમાં જ ગંદકીનાં ખાડા એટલી હદે ભરેલાં જોવા મળે છે અને જ્યાં કચરાના ઢગલા પણ જોવા મળે છે ત્યારે જો અહિયાં કોઈપણ રોગચાળો ફાટે તો બાળકોની ગંભીર પરિસ્થિતિ પણ થઈ શકે છે ત્યારે જવાબદાર કોણ રાજ્ય સરકાર કે તંત્ર ??? રાજ્ય સરકાર વિકાસની વાતો અનેક વખત કરે છે પણ ખરેખર જોઈએ એવો વિકાસ ગામડામાં દેખાતો નથી એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે ખરેખર 2022ની ચૂંટણી આવી રહી છે તો લોકો પણ અનેક કામની માંગણી કરી રહ્યા છે અને આ રસ્તો તાત્કાલિક આર.સી.સી બનાવવામાં આવે અને બંને સાઇડ ઞટર બનાવામાં જેથી કરી આ ગંદા પાણીનો નીકાલ થાય અને કચરો હટાવવામાં આવે એવી લોક માંગણી પણ ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.