સાધુ વાસવાણી રોડ પર સલુનના ધંધાર્થી પર અજાણ્યા શખ્સોએ છરી ઝીંકી - At This Time

સાધુ વાસવાણી રોડ પર સલુનના ધંધાર્થી પર અજાણ્યા શખ્સોએ છરી ઝીંકી


રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલી જોલી સલુન દુકાનના ધંધાર્થી સાથે આજે બપોરે અજાણ્યા શખ્સો એ આવી માથાકૂટ કરી હતી અને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા ધંધાર્થીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં જઇને જોતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. હુમલો કરનાર શખ્સોની ઓળખ મેળવવા આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વેપારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. ધોળે દિવસે ધંધાર્થીને છરીના ઘા ઝીંકાતા વેપારીઓમાં રોષ છવાયો છે. બનાવ અંગે ફરીયાદ નોંધવાની તજવીજ ચાલુ હોવાનું પોલીસ મથકમાંથી જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon