શ્રી વિવેકાનંદ વિનય મંદિર મા.અને ઉ.મા.શાળા રાતિયા ગામે ૭૮ માં સ્વાતંત્ર્ય દિનની આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી વિવેકાનંદ વિનય મંદિર મા.અને ઉ.મા.શાળા રાતિયા ગામે ૭૮ માં સ્વાતંત્ર્ય દિનની આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી


ગોસા(ઘેડ) તા.૧૫/૦૮/૨૦૨૪
પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે રોડ પર આવેલ પોરબંદર તાલુકના રાતિયા(ઘેડ) ગામે આવેલ વીર નાગાવાળા કેળવણી મંડળ રાતિયા સંચાલિત શ્રી વિવેકાનંદ વિનય મંદીર મા.અને ઉ.માં શાળા રાતિયા હાઈસ્કુલના પટાંગણ માં આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતરર્ગત દેશના ૭૮ માં સ્વાતંત્ર પર્વ ની ઉત્સાહ પુર્વક આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી વિવેકાનંદ વિનય મંદીર મા.અને ઉ.માં શાળા રાતિયા હાઈસ્કુલના વિધ્યાર્થીઓ દ્રારા રાતિયા ગામમાં તિરંગા રેલીનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. ૭૮ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગરથી મયુરભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હર્ષદરાય પાઠક, શ્રી વિવેકાનંદ વિનય મંદીર મા.અને ઉ.માં શાળા રાતિયા હાઈસ્કુલના ભુતપુર્વ વિધ્યાર્થી અને ગોરચર-મોચાના તેમજ લંડન ખાતે સ્પેશિયલ રમાયેલ ક્રિકેટ ટીમમાં એક માત્ર ગુજરાતમાંથી સિલેક્ટ થયેલ અને ૬ ટીમમાં ત્રણ મેચમાં ૧૭ વિકેટ હાંસલ કરી બેસ્ટ બોલર વિજેતા બનેલ વિરમભાઈ બાલુભાઈ પરમાર, રાતિયા ગામના સરપંચ જગુભાઈ રાતિયા વિગેરેઓના વરદ હસ્તે ૭૮ માં સ્વાતંત્ર પર્વના ધ્વજ્વંદન કરવામા આવ્યુ હતું. આ પ્રસંગે વીર નાગવાળા કેળવણી મંડળ રાતિયા સંચાલિત શ્રી વિવેકાનંદ વિનય મંદીર મા.અને ઉ.માં શાળા રાતિયા હાઈસ્કુલના ટ્રસ્ટ્ના ઉપપ્રમુખ અરજનભાઈ બાપોદરા ઉર્ફે (ગાંડા આતા) ,કારાભાઈ નથુભાઈ ઓડેદરા, વિરમભાઈ પરમાર,ભાવનગર નાના ભરવાડ્ના અને વિવિધ પક્ષીઓના તેમજ વાહનોના સાયરન, મોબાઈલમા આવતા મેસેજના અવાજ તેમજ વિવિધ અવાજ કાઢનાર અને રમુજી કલાકર મયુરભાઈ તેમજ રાતીયા ગામના વડીલિ યુવાનો માતાઓ બહેનો સહિતના વિશાળ સંખ્યામાં રાતિયા ના ગ્રામજનો ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય દિન પર્વની શાનદાર ઉજવણી કરવામાં સહભાગી થયા હતા.
કાર્યક્રમની શરૂઆત વંદેમાત્તરમ ના નારા સાથે રાષ્ટ્રીયગીત દ્ર્રારા કરવામાં આવેલ. ત્યાર બાદ દિપ પ્રાગ્ટય સરપંચ જગુભાઈ રાતિયા, કારૂભાઈ ઓડેદર, અરજનભાઈ બાપોદરા,કેશભાઈ છગનભાઈ રાતિયા વિગેરેના હસ્તે કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિતમાં ખાસ શ્રી વિવેકાનંદ વિનય મંદીર મા.અને ઉ.માં શાળા રાતિયા હાઈસ્કુલના ભુતપુર્વ વિધ્યાર્થી અને ગોરચર-મોચાના તેમજ લંડન ખાતે સ્પેશિયલ રમાયેલ ક્રિકેટ ટીમમાં એક માત્ર ગુજરાતમાંથી સિલેક્ટ થયેલ અને ૬ ટીમમાં ત્રણ મેચમાં ૧૭ વિકેટ હાંસલ કરી બેસ્ટ બોલર વિજેતા બનેલ વિરમભાઈ બાલુભાઈ પરમારનુ બેટ આપી ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ સાથે મહાનુભાવોનું રાતિયા હાઈસ્કુલના આચાર્યા બહેનશ્રી દક્ષાબેન મંડેરા, શિક્ષકો કાનાભાઈ વદર, કરશનભાઈ ઓડેદરા, માલીબેન જાડેજા,સંદીપભાઈ વડાલીયા,ભારતીબેન બામણીયા તેમજ ગીતાબેન રાઠોડ દ્રારા આવકારી પુષ્પ્ગુચ્છ થી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતું.
રાષ્ટ્રીય પર્વ નિમિતે રાતિયા હાઈસ્કુલના ધોરણ ૯ થી ૧૨ મા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ તેમજ વિધ્યાર્થિનીઓ દ્રારા અવનવા રંગારંગ અંગ કસરતના દાવ સાથે વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમો મા દેશભક્તિ ગીતો,વિધ્યાર્થી સ્પીચ, રાસગરબા,મહેર મણિયારો રાસ, તલવાર પટ્ટાબાજીના દાવ, પિરામીડ, લાઠીદાવ તેમજ નાટક વગેરે રજુ કર્યા હતાં. વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૯ થી ૧૨ માં પ્રથમ,દ્રિતીય, અને તુતિય ક્રમ મેળવનાર વિધાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ,સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરી બિરદાવવામાં આવ્યા હતા.
આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ખાસ ભાવનગર નાના ભરવાડ્થી પધારેલ કલાકર મયુરભાઈ એ વિવિધ પક્ષીઓના તેમજ વાહનોના સાયરન, મોબાઈલમા આવતા મેસેજના અવાજ તેમજ વિવિધ અવાજ કાઢી અને રમુજી ફેલાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે વીર નાગવાળા કેળવણી મંડળ રાતિયા સંચાલિત શ્રી વિવેકાનંદ વિનય મંદીર મા.અને ઉ.માં શાળા રાતિયા હાઈસ્કુલના ટ્રસ્ટ્ના ઉપપ્રમુખ અરજનભાઈ બાપોદરા, શ્રી વિવેકાનંદ વિનય મંદીર મા.અને ઉ.માં શાળા રાતિયા હાઈસ્કુલના ભુતપુર્વ વિધાર્થી અને હાલ ઈંગ્લેન્ડ યુવા ક્રિકેટ ટીમમા સિલેક્ટ થયેલ વિરમભાઈ બાલુભાઈ પરમાર, વિગેરેએ આઝાદીના ઐતિહાસિક પર્વનું મહત્ત્વ સમજાવવામાં આવ્યુ હતું. આ ૭૮ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ના કાર્યક્રમ ને સફળ બનાવવા શાળના આચાર્યશ્રી તેમજ શાળાના તમામ શિક્ષકગણ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન માલીબેન જાડેજાએ કર્યુ હતું.
અહેવાલ: વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image