માળીયા હાટીના ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

માળીયા હાટીના ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું


ગિરનાર મીડીયમ ઇંગ્લીશ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું ખુલ્લું મુકવા માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ શીતલ બેન છગ, તાલુકા પંચાયત સદસ્ય માનશીંગ ભાઈ લાખાણી, બીઆરસી ભવનના અધિકારી , ગિરનાર સ્કૂલના પ્રિન્સીપાલ સહિત સ્કૂલ સ્ટાફ વરદ હસ્તે ખુલ્લું મૂકી ઉપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું

માળીયા હાટીના મુકામે ગિરનાર હાઈસ્કૂલ આગાખાન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ માં આજે સ્કૂલ ના બાળકો દ્વારા સાયન્સ અને ગણિત ને લાગતા પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા શાળા ના બાળકો સાયનશ અને ગણિત ક્ષેત્રે આગળ વધે તેમજ સ્કૂલ ના બાળકો દેશ દુનિયા માં સાયનશ અને ટેકનોલોજી ના ક્ષેત્ર માં ભવિષ્યમાં નામના મેળવે તે માટે સ્કૂલ દ્વારા હંમેશા પ્રયત્નો કરવામાં આવતા હોય છે બાળકો માં રહેલી પ્રતિભા બહાર આવે તેવા પ્રયત્નો હંમેશા સ્કૂલ દ્વારા કરવામાં આવતા હોય છે

ત્યારે આજે ધોરણ 1 થી લઈ ને 10 સુધી ના વિધાર્થીઓ દ્વારા ગિરનાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં વિજ્ઞાન મેળા નું આયોજન હતું તેમાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી

જ્યારે આ મેળામાં મોટી સંખ્યામાં અન્ય વિધાર્થી તથા વાલીઓ દ્વારા આપ્રદર્શન ને નિહાળવામાં આવ્યું હતું બાળકો દ્વારા સાયન્સ અને ગણિત ને લાગતા પ્રોજેકટ રજૂ કરી બધા ને આશ્રય ચકિત કર્યા હતા

ત્યારે આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા સ્કૂલ ના પ્રમુખ નલિનભાઈ ભાણવડિયા, સેક્રેટરી સદરૂડીનભાઈ, ટ્રસ્ટી રિજવાન આડતીયા, ટ્રસ્ટી અજિતભાઈ પડાણીયા ,સ્કૂલના પ્રિન્સિપાલ અશોક સર સીંદે, ખેરુસા બેન આ સાથે સ્કૂલ સ્ટાફ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.