*આને કેહવાય સ્માર્ટ વિકાસ! દાહોદમા વરસતા વરસાદમાં કરાયુ ડામર રોડનુ કામ/ તંત્રની ગંભીર બેદરકારી** - At This Time

*આને કેહવાય સ્માર્ટ વિકાસ! દાહોદમા વરસતા વરસાદમાં કરાયુ ડામર રોડનુ કામ/ તંત્રની ગંભીર બેદરકારી**


*આને કેહવાય સ્માર્ટ વિકાસ! દાહોદમા વરસતા વરસાદમાં ડામર રોડ કામગીરી કરાવી ચાલુ રાખતા તંત્રએ બુદ્ધિનુ પ્રદર્શન કર્યુ**

દાહોદ શહેરમાં ચાલુ વરસાદમાં જ રસ્તો બનાવવાનું કામ ચાલુ રાખતા નાગરિકોમાં રોષ, જ્યાં જનતાના પૈસા પાણીમાં જતા જોવા મળ્યા
દાહોદ શહેરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચાલુ વરસાદે રોડ બનાવવાનું કામ થઈ રહ્યું હતું અને જનતાના પૈસા પાણીમાં જતા જોવા મળ્યા છે. ચાલુ વરસાદે તમે ક્યાંય રોડ બનાવવાનું કામ જોયું છે !. ન જોયું હોય તો દાહોદથી સામે આવેલા દ્રશ્યો જોઈ લ્યો જે અન્ય કોઈ રાજ્યના નથી. પરંતુ આપણા ગુજરાતના દાહોદ જિલ્લાના છે. જ્યાં વરસાદે જ ડામર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું
**વિકાસનો રસ્તો પાણીમાં**
જ્યાં ચાલું વરસાદે રોડ બનાવવાની કામગીરીને જોઈ શકો છો. જોકે કેટલાક સ્થાનિકોએ આ કામગીરીનો વીડિયો બનાવ્યો છે અને કોન્ટ્રાક્ટરને આડેહાથ લીધા પછી રોડ બનાવાની કામગીરી અટકાવવામાં આવી ન હતી. અહીં ચાલુ વરસાદે રોડ બનાવવામાં આવે તો તેની ગુણવત્તા શું..? ડામર ચોટે જ કેવી રીતે..? સરકાર વિકાસ માટે પૈસા તો ફાળવી દે છે. પરંતુ તે પાણીમાં જતા દેખાય છે.
**ચાલુ વરસાદે રોડ બનાવવાનું કામ**
તંત્ર પાણીની જેમ રૂપિયા વહાવ્યા પછી પણ સરખું કામ નથી કરતું અને ગમે તેને કોન્ટ્રાક્ટ આપી દે છે. જેનું પરિણામ આ ચાલુ વરસાદે કામગીરના દ્રશ્યો છે. ત્યારે આશા રાખીએ, બીજી કોઈ જગ્યાએ આવી કામગીરી થાય તો જનતા પહેલા તંત્ર જાગશે અને કામ અટકાવશે.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.