રાજ્ય સરકારની ‘પૂર્ણાશક્તિ યોજના’ જ્યોતિ જેવી અનેક દીકરીઓ માટે બની ઉર્જાની જ્યોત - At This Time

રાજ્ય સરકારની ‘પૂર્ણાશક્તિ યોજના’ જ્યોતિ જેવી અનેક દીકરીઓ માટે બની ઉર્જાની જ્યોત


રાજ્ય સરકારની ‘પૂર્ણાશક્તિ યોજના’ જ્યોતિ જેવી અનેક દીકરીઓ માટે બની ઉર્જાની જ્યોત

પૂર્ણાશક્તિના પેકેટ અમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે: લાભાર્થી જ્યોતિ આજે વાત કરીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી જ્યોતિ વિશે. 15 વર્ષની જ્યોતિને સરકારશ્રીની પૂર્ણા યોજના અંતર્ગત નિયમિત લાભ મળે છે. આ યોજના હેઠળ અપાતા પૂર્ણાશક્તિના લોટના પેકેટ વડે જ્યોતિ અને તેની નાની બહેન નિરંતર “પૂર્ણશક્તિ” મેળવી રહ્યા છે.

જ્યોતિએ હરખભેર જણાવ્યું હતું કે, માંડવા ગામની આંગણવાડીમાંથી મને, મારી બહેન અને મારી અનેક બહેનપણીઓને સ્વાસ્થ્યવર્ધક પૂર્ણાશક્તિના પેકેટ આપવામાં આવે છે, સાથોસાથ આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા દર મંગળવારે અમને પૂર્ણાશક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ પણ શીખવવામાં આવે છે, ઉપરાંત આંગણવાડીમાં નિબંધ લેખન, વક્તૃત્વ, વાંચન સ્પર્ધા જેવી અનેક પ્રવૃત્તિઓ થકી અમને સતત નવું શીખવા અને જાણવા મળે છે.

શિક્ષણનો અર્થ માત્ર ભણતર, લેખન કે વાંચન જ નહિ, એથી આગળ એટલે કે બાળકોનો સર્વાંગી વિકાસ. જેમાં એમની શારીરિક અને માનસિક સ્વસ્થતાનો સમાવેશ થાય છે. આ સિદ્ધાંતને આત્મસાત કરવા સતત કટીબદ્ધ ગુજરાત સરકારશ્રી જ્યોતિ જેવી અનેક દીકરીઓના જીવનમાં ઉર્જાની પ્રબળ જ્યોત જગાવી રહી છે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.