ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું અને હળવદ પોલીસે માટી ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા - At This Time

ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું અને હળવદ પોલીસે માટી ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા


હળવદ પંથકમાં ખનીજ ચોરી એ માજા મૂકી છે ત્યારે અવારનવાર રેતી ભરેલા, માટી ભરેલા ડમ્પરો હળવદ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ ઝડપી પાડતું હોય છે ત્યારે ગત મોડી રાત્રિના માથક થી રાતાભેર રોડ પર હળવદ પોલીસ દ્વારા માટી ભરેલા ત્રણ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા અને ખાણ ખનીજ વિભાગને અહેવાલ સોંપવામાં આવ્યો હતો. જેમાંથી બે ડમ્પરનંબર પ્લેટ વાળા છે અને એક ડમ્પર નંબર પ્લેટ વગરનું છે ત્યારે હળવદ પંથકમાં માતેલા સાંઢની જેમ ઓવરલોડ માટી અને રેતી ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગ પણ આળસ મરડી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. આવા નંબર પ્લેટ વિનાના ડમ્પરો અકસ્માત સર્જે તો જવાબદારી કોની તેવા પણ સવાલો ઊભા થાય છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.