રાજકોટ-અમદાવાદ હાઇવે પર ડમ્પર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત, ફાયરકર્મીએ કાચ તોડી મહામહેનતે ડ્રાઈવરને બચાવ્યો - At This Time

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ડમ્પર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત, ફાયરકર્મીએ કાચ તોડી મહામહેનતે ડ્રાઈવરને બચાવ્યો


રાજકોટ શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આજે સવારે શહેરની રામાપીર ચોકડી પાસે ગોઝારા અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે બપોરના સમયે રાજકોટ અમદાવાદ હાઈવે પર ડમ્પર પાછળ ટ્રક ઘુસી જતા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જોકે આ બનાવમાં રજા ઉપર જવા નીકળેલા ફાયર વિભાગના કર્મચારીએ માનવતા મહેકાવી, પોતાની ખાનગી બસ જતી કરીને અકસ્માતમાં ફંસાયેલા ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવી તેને સારવારમાં ખસેડયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.