૩૮મી ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમારે ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો - At This Time

૩૮મી ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમારે ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો


૩૮મી ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમારે ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યોરાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર કડકડતી ઠંડીમાં દોટ મૂકી ૩૮મી ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધાનો મેયર શ્રીમતી ગીતાબેન પરમારે વહેલી સવારે ફ્લેગ ઓફ શુભારંભ કરાવ્યો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા ગિરનારને આંબવા માટે ઉત્સાહભેર કડકડતી ઠંડીમાં દોટ મૂકી હતી કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાંપડા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતાં. ને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો ઉલ્લેખનીય છે કે, સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ ૪ કેટેગરીમાં ૧૧૭૨ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે

રિપોર્ટ અસ્વિનપટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.