નેત્રંગ ખાતે નવનિર્મિત શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું ધારાસભ્યના પુત્ર રોનક વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું. - At This Time

નેત્રંગ ખાતે નવનિર્મિત શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું ધારાસભ્યના પુત્ર રોનક વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું.


*સમસ્ત નેત્રંગ ગામની પ્રજામાં ખુશીની લહેર આયોજક સંકેત પંચાલ તથા એમની ટીમ દ્વારા ધારાસભ્ય રીતેષવસાવા નો આભાર માન્યો*

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૬/૦૩/૨૦૨૪

ભરૂચ જીલ્લા નેત્રંગ તાલુકામા યુવાનોને ક્રિકેટ રમવા ગ્રાઉન્ડનો અભાવ હોવાથી યુવાનો નાઈટ ક્રિકેટ થી વંચિત રહ્યા હતા. ત્યારે નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમા આવેલ જલારામ તેમજ તુલસી ફળિયાના યુવાનો દ્વારા સંકેત પંચાલને જાણ કરતા તેઓએ રણછોડરાયજી મંદિર ના પાછળનાં વિસ્તારમાં એક જમીન જે વર્ષો થી પડતર હોય જેના માલિકનો સંપર્ક કરી બાળકોને રમવા માટે મેદાનની જરૂર છે તેમ જણાવતાં આ જમીનના માલિક દ્વારા યુવાધનને રમવા માટે જમીન આપવા સંમતિ આપી હતી. જે બાદ સંકેત પંચાલ દ્વારા આ રજુઆત ધારાસભ્ય રિતેશ વસાવાને કરતાં તેઓએ આ યુવાનો અને બાળકોને રમવા માટેનાં મેદાન માટે પોતાનો સિંહ ફાળો આપી આ શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું જેનું તારીખ ૧૫/૩/૨૦૨૪ નાં રોજ રાત્રે ૯:૦૦ કલાકે શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ ધારાસભ્ય રિતેશ વસાવાના પુત્ર રોનક વસાવાના હસ્તે કરાયું હતું. જે બદલ આયોજક સંકેત પંચાલ તથા એમની ટીમ દ્વારા ધારાસભ્ય રીતેષ વસાવા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આવનાર સમયમાં ટુર્નામેન્ટોનું પણ આયોજન શ્રીરામ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image