બાલાસિનોર તાલુકા પો.સ્ટે. ના અપહરણના ગુનાના કામે છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાલાસિનોર તાલુકા પોલીસ - At This Time

બાલાસિનોર તાલુકા પો.સ્ટે. ના અપહરણના ગુનાના કામે છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાલાસિનોર તાલુકા પોલીસ


પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક શ્રી આર.વી. અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા અવાર નવાર ડ્રાઇવનું આયોજન કરવામા આવતુ હોય જે અનુસંધાને ના.પો.અધિ.ચા.શ્રી કમલેશ વસાવા સાહેલ નાઓના માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર નાઓએ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને અપહરણ તથા ગુમ થયેલાઓને શોધી કાઢવા સુચના આપેલ.

જે આધારે બાલાસિનોર તાલુકા પો.સ્ટે એ પાર્ટ ગુ.૧૧૧૮૭૦૧૧૨૪૦૩૨૮/૨૦૨૪ બી.એન.એસ કલમ.૧૩૭(૨),૮૭ મુજબનો ગુન્હો તા.૦૭/૧૦/૨૦૨૪ નારોજ નોંધાયેલ જે ગુન્હાના કામે ભોગબનનારને આ કામના આરોપી અંકિતભાઇ રયજીભાઇ પટેલીયા રહે. પીલોદ્રા તા.બાલાસિનોર જી.મહીસાગર નાનો અપહરણ કરી લઇ ગયેલ હોય જેથી ઉપરોક્ત નંબરથી બાલાસિનોર તા. પો.સ્ટે ખાતે ગુનો નોંધવામા આવેલ જેની તપાસ પો.ઇન્સ. શ્રી એ.બી.દેવધા નાઓ કરતા હોય તેઓને ટેકનીકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સીસ આધારે આરોપી તથા ભોગ બનનારની તપાસ કરતા આરોપી ભોગ બનનારને અંકલેશ્વર બાજુ ભગાડી ગયેલ હોવાની માહીતી મળતા પોલીસની ટિમ બનાવી તપાસ અર્થે મોકલતા આરોપી તથા ભોગબનનારને ટેકનીકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સીસ આધારે અંકલેશ્વર પનોલી જી.આઇ.ડી.સી માંથી પકડી પાડી બાલાસિનોર તાલુકા પો.સ્ટે ગુન્હાના કામે આરોપી તથા ભોગબનનારને શોધી ગુનાના કામે છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢી પ્રશંશનીય કામગીરી કરતી બાલાસિનોર તાલુકા પોલીસ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારીઓ

(૧) શ્રી એ.બી.દેવધા પોલીસ ઇન્સ્પેકટર

(૨) એ.એસ.આઇ મહેન્દ્રસિંહ બાલુસિંહ

(૩) અ.હે.કો ગીરીશકુમાર જીવાભાઇ

(૪) આ.હે.કો જયરાજસિંહ ઉદેસિંહ

(૫) અ.પો.કો. વિક્રમભાઇ વાઘાભાઇ

(૬) આ.પો.કો સુનીલભાઇ બળવંતભાઇ

(૭) આ.પો.કો કિરણભાઇ અમરાભાઈ

(૮) વુ.અ.પો.કો રીંકુબેન દુધાભાઇ


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image