વિસાવદરમાં છે કરતા નથીની સંખ્યામાં વધારો પ્રાંત અધિકારી, ટીડીઓ,ધારાસભ્ય,તથા સરકારી હોસ્પિટલમા ડોક્ટરો વગર ગાડું ગબડા વાય છે - At This Time

વિસાવદરમાં છે કરતા નથીની સંખ્યામાં વધારો પ્રાંત અધિકારી, ટીડીઓ,ધારાસભ્ય,તથા સરકારી હોસ્પિટલમા ડોક્ટરો વગર ગાડું ગબડા વાય છે


વિસાવદરમાં છે કરતા નથીની સંખ્યામાં વધારો
પ્રાંત અધિકારી, ટીડીઓ,ધારાસભ્ય,તથા સરકારી હોસ્પિટલમા ડોક્ટરો વગર ગાડું ગબડા વાય છે
વિસાવદરતા.વિસાવદર જૂનાગઢ જિલ્લામાં વસ્તી અને વિસ્તારની દષ્ટિએ સૌથી મોટો તાલુકો હોવા છતાં જાણે કે ગુજરાતના કે ભારતના નકશામાં વિસાવદર આવતું ન હોય તે રીતે આ તાલુકામાં છે તેના કરતાં વધારે નથી તેવી સ્થિતિ ઉભી થયેલ છે આ તાલુકામાંપ્રાંત અધિકારી, ટીડીઓ,ધારાસભ્ય,તથા સરકારી હોસ્પિટલમા ડોક્ટરો,ચીફ ઓફિસર વગર ગાડું ગબડા વાય છે અને દરેક જગ્યાએ ચાર્જથી જ ચલાવાઇ છે આ તાલુકો ઘણી ધોરી વગરનો હોય તેવો શબ્દપ્રયોગ પણ કરી શકાય તેમા પણ કોઈ અતિશયોક્તિ નથી ત્યારે આ તાલુકાના પ્રશ્ન પણ એટલા જ પેન્ડિંગ છે બની બેઠેલા નેતાઓને પોતાની પબ્લિસિટીમાં જ રસ છે આ તાલુકામાં એસ.ટી.ના રૂટૉ બંધ થયા રેલવેના રુટો બંધ થયા નવી ૧૦૦ બેડની હોસ્પિટલ માટે હજુસુધી જમીન પણ ફાળવવામાં આવેલ નથી કે માગણી ના કોઈ ઠેકાણા પણ નથી.ખેર આ તાલુકાની જનતાને સહન કરવાની આદત પડી ગઈ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.