ગુરુકૂળ સ્કૂલ ખાતે ધો.૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવતાં ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભાવનગરના સરદાર નગરની ગુરુકુળ સ્કૂલ ખાતે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ બોર્ડની પરીક્ષા આપવા આવતાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપી, મોઢું મીઠું કરાવીને પરીક્ષાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરી ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના અધિક કલેક્ટર શ્રી ડી.એન.સતાણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
9714213028
આ પ્રકારના તમામ સમાચાર માટેે
