ચાર જીવન દીપ ઓલવાયા બાદ પાંચ દિવસે ફરિયાદ નોંધાઈ - At This Time

ચાર જીવન દીપ ઓલવાયા બાદ પાંચ દિવસે ફરિયાદ નોંધાઈ


(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)

ચાર જીવન દીપ ઓલવાયા બાદ પાંચ દિવસે ફરિયાદ નોંધાઈ

વ્યાજખોરો માટે ગૃહ મંત્રી શ્રી દ્વારા જે મુહિમ ચલાવવામાં આવેલ જેને લઈ જીલ્લે જીલ્લે લોકોને ન્યાય મળેલ. પરંતુ જેવું ઠંડુ પડ્યું એટલે ફરી વ્યાજખોરો ભૂગર્ભમાંથી બહાર આવ્યા છે પહેલા એક વ્યકતિ આત્મ હત્યા કરતો હતો હવે આખા પરિવાર વિખરાઈ રહ્યા છે

સાબરકાંઠા માં વડાલીમાં આપઘાત કરનાર દીકરીનો વીડિયો સામે આવ્યો છે. પરિવારમાં એકમાત્ર જીવિત દીકરી વાયરલ વીડિયો માં આપઘાત અંગે જણાવી રહી છે. કેટલાક લોકો મારા પિતાને મારવાના હતા, મારા પિતાને જીવનું જોખમ હતું. વ્યાજખોરોના ત્રાસથી આખરે પરિવારે આપઘાતનો નિર્ણય કર્યો હતો તેમ દીકરીએ વાત કરી છે. આપઘાત વિશે વધુ જણાવતા કહે છે કે પહેલા કુવા પર આપઘાતનો પ્લાન કર્યો હતો, પછી આખરે ઘરે જ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો. વડાલીમાં આપઘાતને પગલે ઉત્તર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. સગર પરિવારના 5 પૈકી 4 સભ્યોના મોત થઇ ચુક્યા છે.
બે વ્યાજખોરો સામે વડાલી પોલીસે આખરે 5 દિવસ બાદ ફરિયાદ નોંધી છે. પાંચ સભ્યોના પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થઈ ચુક્યા છે. બચી ગયેલી એક દીકરી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. વડગામડાના અંકિત નારાયણ પટેલ, હાથરવાના ભદ્રરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સગર પરિવારના પતિ-પત્નીના મોત બાદ 3 બાળકો સારવાર હેઠળ હતા. જેમાં 2 બાળકોના મોત નિપજતાં સમગ્ર પરિવાર આઘાતમાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image