કણાદર ગામમાં હોળી પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ - At This Time

કણાદર ગામમાં હોળી પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ


હોળી-હ્યુળેટીના પવિત્ર પાવન તહેવારના આડે હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે હોળી- યુળેટીના તહેવારની ઉજવણી સંદર્ભે પ્રજાજનો દ્વારા તાડામાર તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વિજયનગર તાલુકાના કણાદર ગામમાં ચિઠોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ * આર.એલ.દેસાઈના અધ્યક્ષ સ્થાને હોળી-ઘુળેટીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી. વિજયનગર તાલુકા પંચાયત / સદસ્ય બિપીનભાઈ ગામેતી, રામજીભાઈ, રમેશભાઈ, પુનાભાઈ, બિંદુભાઈ, શૈલેષભાઈ સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.