આગામી તારીખ 25 અને 26 મે 2023ના રોજ વડોદરા ખાતે સ્પર્શ આઉટરીચ પ્રોગ્રામ યોજાશે - At This Time

આગામી તારીખ 25 અને 26 મે 2023ના રોજ વડોદરા ખાતે સ્પર્શ આઉટરીચ પ્રોગ્રામ યોજાશે


પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો,દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ સ્પર્શ,રોજગાર અને પેન્શન ફરીયાદ સબંધિત માર્ગદર્શન મેળવી શકશે

ગોધરા

પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને જણાવવામાં આવે છે કે ઈ.એમ.ઈ સ્કૂલ વડોદરા ખાતે તા.૨૫ અને 26 મે 2023ના રોજ સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી સ્પર્શ આઉટરીચ પ્રોગ્રામ (SPARSH OUTREACH PROGRAM) યોજાનાર છે જેમાં સ્પર્શ, રોજગાર,પેન્શન ફરીયાદ અને બીજા કલ્યાણકા૨ી મુદ્દાઓ બાબતે PCDA(Pen), Prayagraj, વિવિધ રેકોર્ડ્સ કચેરીઓ અને વેટરન્સ સેલ સ્ટેશન હેડક્વાટર્સ વડોદરાના સ્ટાફ તરફથી માર્ગદર્શન આપવામાં આવશે. આથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને સમયસર હાજર રહીને લાભ લેવા જણાવવામાં આવ્યું છે.વધુ માહિતી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી પંચમહાલ(ગોધરા) નો ટેલીફોન નંબર 02672 240580 પર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.