વાસ્મો કચેરી, બોટાદ દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ સંપન્ન - At This Time

વાસ્મો કચેરી, બોટાદ દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ સંપન્ન


વાસ્મો કચેરી, બોટાદ દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ સંપન્ન

ઉપસ્થિત મહિલાઓને વાસ્મો યોજના અંગે પરિચય આપી આગામી સમયમાં જળ સંચયની જરૂરિયાત વિશે માર્ગદશન અપાયું

વાસ્મો કચેરી, બોટાદ દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે વાસ્મો, કચેરી બોટાદના જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી વિપુલભાઈ સોલંકી દ્વારા જિલ્લાના અલગ અલગ ગામોથી વર્કશોપમાં ઉપસ્થિત રહેલી બહેનોને મહિલા સશક્તિકરણ કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.

વર્કશોપમાં વિપુલભાઈએ વાસ્મો યોજના અંગે પરિચય આપી આગામી સમયમાં જળ સંચયની જરૂરિયાત વિશે માર્ગદશન આપ્યું હતું. આ કાર્યક્રમમાં 181, બોટાદ મહિલા પોલીસ સ્ટેશન શી-ટીમ સાથે રીનાબેન વ્યાસ અને કાઉન્સેલર રિંકલબેન મકવાણાએ વિવિધ યોજનાઓ વિશે મહિલાઓને માહિતી આપી હતી. બોટાદના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા વર્કશોપમાં 181 હેલ્પલાઈનના શ્રી જલ્પાબેન પરમાર, શી- ટીમ મહિલા પોલીસ સ્ટેશનમાંથી સુરપાલસિંહ ગોહિલ, એએસઆઈ નયનાબેન ગામિત તેમજ મહિલા સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.