શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા 'કરૂણા સેલ્ફી કોન્ટેસ્ટ' સૌ વિજેતાઓને આર્કષક ગીફટ અપાશે. - At This Time

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા ‘કરૂણા સેલ્ફી કોન્ટેસ્ટ’ સૌ વિજેતાઓને આર્કષક ગીફટ અપાશે.


શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા 'કરૂણા સેલ્ફી કોન્ટેસ્ટ'

સૌ વિજેતાઓને આર્કષક ગીફટ અપાશે.

રાજકોટ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા–પીવાનાં પાણીની કુંડી, ચકલીના માળા, પાણીના કુંડા 'રામપાતર' નું છેલ્લા ૮ વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ ગ્રુપના સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ૨ ફૂટ બાય ૧.૫ ફુટ, વજન આશરે ૩૦ કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. "વહેલા તે પહેલા ના ધોરણે વિનામુલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). કુંડી મેળવવા માટે(૧) એનીમલ હેલ્પલાઈન, મિતલ ખેતાણી, 'જનપથ', તપોવન સોસાયટી–૨ નો ખૂણો, સરાઝા બેકરીની બાજુમાં, અક્ષર માર્ગ, રાજકોટ. (૨) 'સત્યમ' ૩–ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ (૩) કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ, જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, ક્રિષ્ના પાર્ક હોટલવાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, રાજકોટ (૪) શેણી મેમોરીયલ ટ્રસ્ટ, ન્યુ શ્રેયસ સ્કૂલની બાજુમાં, નાગેશ્વર પાર્શ્વનાથની સામેનો રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા 'કરૂણા સેલ્ફી કોન્ટેસ્ટ' નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરીકોએ કરેલ જીવદયા કાર્યમાં પોતાનાં વિસ્તારમાં મુકેલ ગૌમાતા માટેની પાણી પીવાની કુંડી, ચકલીના માળા કે પક્ષીને પાણી પીવા માટેના કુંડા (વાસણ) સાથેની એક સેલ્ફી પાડી પોતાની સોશ્યલ મીડીયાની ટાઈમલાઈનમાં મૂકી # Save Sparrow #Save Birds #Home for Sparrow, #Please Put Water For Birds, @ Karunafoundation ના ઈસ્ટાગ્રામ પેઈજ અને Animal helpline - Karuna Foundation ફેસબુકના પેઝ ૫૨ કોમેન્ટ બોકસ અથવા મેસેજ બોકસમાં મોકલવાની રહેશે. સૌને આકર્ષક ગીફટ આપવામાં આવશે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ,ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા સહીતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.