મેંદરડા ના એક ખેતરમાં ટીટોડીએ ખેતરના ઉંચાણવાળા વિસ્તારમાં ઈંડા મુકતા સારો વરસાદ થવાની સંભાવના સેવાય રહી છે - At This Time

મેંદરડા ના એક ખેતરમાં ટીટોડીએ ખેતરના ઉંચાણવાળા વિસ્તારમાં ઈંડા મુકતા સારો વરસાદ થવાની સંભાવના સેવાય રહી છે


મેંદરડા ના એક ખેતરમાં ટીટોડી એ ઉચાળ વાળી જગ્યા પર ઈંડા મુક્યા
મેંદરડા ના દાત્રાણા રોડ પર આવેલ વાડી ધરાવતા ખેડૂત પુત્ર પરસોતમભાઈ ઢેબરીયા ના ખેતર માં ટીટોડી એ ચાર ઈંડા મુકયા છે અને ખેતર ના ઉચાણ વાળા ભાગમાં અને બધા ઈંડા ની અણીઓ ખુતેલ હોવાથી સારા વરસાદ ની નિશાની માનવામા આવે છે તેમજ ટીટોડી પોતાના ઈંડા પાસે કોઈને આવવા પણ દેતી નથી જયારે ખેતર માં સાતી બળદ ચાલતું હોય ત્યારે બળદ ને પણ ખેતરમાં આગળ કામગીરી કરવામાં અડચણરૂપ થય રહી છે, જ્યાં તેમનાં ઈંડા છે તેની પર બેસી રહે છે ને ચાલવા દેતી નથી ખેડુતો સહીત લોકોમાં વર્ષોથી એવી માન્યતા પ્રચલિત છે કે ટીટોડી તેમના ઈંડા ઊંચાણવાળા વિસ્તારમાં મૂકે તો સારા વરસાદની સંભાવના હોઈ શકે છે હવે આવનારા ચોમાસાના દિવસોમાં જોવાનુ રહ્યુ કે આ પ્રચલિત કહેવત કેટલી ખેડૂતો માટે સાચી સાબિત થઈ રહે છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.