આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં કિસાન સંઘ ગુજરાત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને લડી લેવાના મૂડમાં, ખેડૂતો માં જાગૃતિ લાવવા સાથે વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી. - At This Time

આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં કિસાન સંઘ ગુજરાત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને લડી લેવાના મૂડમાં, ખેડૂતો માં જાગૃતિ લાવવા સાથે વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી.


કિસાન દેશની શાન,ખેડૂતોએ સંગઠીત થવાની જરૂર : દેવુભા કાઠી.

આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાત ની ખેડૂતો સાથે મિટિંગ યોજાઈ હતી.ખેડૂતોને અસરકર્તા વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી હતી.આગામી સમયમાં ખેડૂતો ના પ્રાણ પ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘ ગુજરાતે લડત ની હુંકાર કરી હતી.મિટિંગમાં તાલુકા ભરમાંથી જગત નો તાત ઉપસ્થિત રહ્યો હતો.
કિસાન સંઘ ગુજરાત દ્વારા ખેડૂતો પગભર બને,ઓછા પૈસામાં સારી ઉપજ મેળવે,અસરગ્રસ્ત ખેડૂતો ને ઉચિત વળતર મળે તેમજ ખેડૂતનો પરિવાર શિક્ષિત બની રોજગારી પ્રાપ્ત કરે,તેમનુ આરોગ્ય સચવાય એવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ખેડૂતો ને સંગઠિત રાખી તેમની તાકાત બનવા અવાર નવાર કાર્યક્રમો કરી પ્રાણ ફૂંકવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી,પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવિણસિંહ સિંધા,પ્રદેશ ઉપ પ્રમુખ ડૉ. રાઉલજી,પ્રદેશ મહામંત્રી નિઝામભાઈ મલેક,જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત વાગરા,આમોદ અને જંબુસર તાલુકા ના હોદેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તબક્કે નિઝામભાઈ મલેકે ખેડૂતો ના કનડતા પ્રશ્નો સામે કઈ રીતે લડત આપી શકાય,તેમજ તેમણે હાલ ની ખેડૂતોને સતાવતી પ્રદુષણ ની સમસ્યા પર ભારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.સ્થાનિક રોજગારી અને ઉદ્યોગિક પ્રદુષણ મુદ્દે GPCB જો કોઈ નક્કર પગલાં નહિ લે તો કિસાન સંઘ પ્રદુષણ ફેલાવતી કંપનીઓ અને જવાબદાર તંત્ર ને ઉઘાડા પાડવાનું કામ કરશે.આ સાથે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા કોરિડોર, એક્સપ્રેસ વે,બુલેટ ટ્રેન ના પ્રોજેકટ થી ખેતી ને થયેલ નુકશાન મુદ્દે પણ તંત્ર જો કોઈ કાર્યવાહી નહિ કરે તો કિસાન સંઘ ખેડૂતો માટે આરપાર ની લડાઈ લડશે ની ચીમકી જિલ્લા પ્રમુખ સુધીરસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા મીડિયા પ્રભારી તરીકે પત્રકાર ઝફર ગડીમલ ની નિમણૂક કરવામાં આવી હતી.જ્યારે જંબુસર અને આમોદ તાલુકા ના સરપંચ સંઘ ના કાર્યકારી પ્રમુખ તરીકે અનુક્રમે તુષાર પરમાર અને સિદ્ધરાજસિંહ વાંસદીયા ની નિયુક્તિ કરવામાં આવતા ઉપસ્થિત ખેડૂતો એ તેમને વધાવી લીધા હતા.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.