વાગરા: એસ.ટી બસ ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ, ડેપો પટાંગણમાં પડેલ ખાડાઓનું પણ પુરાણ કરાયું
વાગરા એસટી બસ ડેપોમાં આજરોજ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. સાથેજ ખાડાઓનું પુરાણ પણ કરવામાં આવ્યું હતું. ડેપોની ફરતે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું. તેમજ ચોમાસામાં પાણી ભરાવાને કારણે ડેપોમાં કેટલીક જગ્યાએ મોટા-મોટા ખાડાઓનું પણ નિર્માણ થવા પામ્યું હતું. જેને કારણે બસ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી. ભરૂચ એસટી ડેપોના મેનેજર વિશાલ છત્રીવાળાની સૂચનાથી આજરોજ સવારે વાગરા એસટી ડેપોના કંટ્રોલર આસિફ ભાઈ ખીલજીએ સફાઈ તેમજ ખાડા પુરાવાની કામગીરી શરૂ કરાવી હતી. કંટ્રોલર આસિફ ભાઈ ખીલજીએ ખડેપગે ઉભા રહીને ડેપોની ફરતે સાફસફાઈ કરાવી હતી. તેમજ ડેપો પટાંગણમાં નિર્માણ પામેલ મોટા ખાડાઓનું JCB મશીનથી મદદથી પુરાણ કરાવ્યું હતું. જેથી એસટી બસન ચાલકો સહિત ડેપોમાં આવતા મુસાફરોએ પણ તેઓની આ કામગીરીને બિરદાવી હતી.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
