એવરેસ્ટ બિલ્ડિંગમાં મનપાએ સીલ કરેલી ઓફિસમાં ચાલતી’તી ઘોડીપાસાની ક્લબ - At This Time

એવરેસ્ટ બિલ્ડિંગમાં મનપાએ સીલ કરેલી ઓફિસમાં ચાલતી’તી ઘોડીપાસાની ક્લબ


સૂત્રધાર બરતરફ પોલીસમેનના પુત્ર સહિત 25 શખ્સ 2.85 લાખ સાથે પકડાયા

શહેરના શાસ્ત્રી મેદાન સામે આવેલા એવરેસ્ટ નામના કોમર્સિયલ બિલ્ડિંગના નવમા માળે જુગાર ક્લબ ચાલતી હોવાની એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ.ભગીરથસિંહ જે.ઝાલાને માહિતી મળી હતી. જેથી પીએસઆઇ જી.એન.વાઘેલા સહિતના સ્ટાફે ગત મોડી રાતે સવા બે વાગ્યે દરોડો પાડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.