થોરાળા પોલીસના પીઆઇ, પીએસઆઈ સહિતનાએ અપશબ્દો કહી મહિલાને માર માર્યો હોવાનો સનસની મચવતો આક્ષેપ - At This Time

થોરાળા પોલીસના પીઆઇ, પીએસઆઈ સહિતનાએ અપશબ્દો કહી મહિલાને માર માર્યો હોવાનો સનસની મચવતો આક્ષેપ


થોરાળા પોલીસ મથકના પીઆઇ, પીએસઆઈ સહિતનાએ અપશબ્દો કહી મહિલાને માર માર્યો હોવાનો સનસની મચવતો આક્ષેપ થતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. પારૂલબેન સોંદરવા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમનો પુત્ર એક કેસમાં ઘણા સમયથી પકડાતો ન હોય, માતાને પોલીસ મથકે બોલાવી અત્યાચાર ગુજારાયો હોવાનો આરોપ લગાવાયો છે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સવારે 11 વાગ્યાં આસપાસ પારૂલબેન કિશોરભાઈ સોંદરવા (ઉં.વ. 45, રહે. આંબેડકરનગર શેરી નંબર 2, બાળક સાહેબની જગ્યા પાસે, નવા થોરાળા, રાજકોટ) દાખલ થયા હતા. તેમણે જણાવેલ કે, તેઓ થોરાળા પોલીસ મથકે હતા ત્યારે પોલીસ અધિકારી સહિતનાએ માર માર્યો હતો. બનાવની જાણ થતા પોલીસ બેડામાં હડકંપ મચી હતી.
પારૂલબેને જણાવ્યું કે, તેનો પુત્ર કેવલ એક કેસમાં ઘણા સમયથી પકડાતો નથી. તે ઘરે આવતો નથી. ક્યાં છે એની ખબર નથી. દરમ્યાન કોઈ વ્યક્તિ અમારે ઘરે આવેલ અને કહેલ કે તમને થોરાળા પોલીસ મથકે બોલાવે છે. હું પોલીસ મથકે ગઈ ત્યાં પીઆઇ વાઘેલા અને પીએસઆઈ જે. પી. જાડેજા, મહિલા કોન્સ્ટેબલ જાગૃતિબેન લાલજીભાઈ હાજર હતા.
પીઆઇ અને પીએસઆઈ મને અપશબ્દો કહેવા લાગ્યા. દરમ્યાન જાગૃતિબેને ધક્કો મારી મને નીચે પછાડી દેતા મને મૂંઢ ઈજા થઈ હતી. મને છાતીમાં માર માર્યો હતો. જે પછી હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, કેવલ સામે દારૂના કેસ છે. પોલીસ પર હુમલો કરવાનો ગુનો છે. જેમાં તે ઘણા સમયથી પકડાતો નથી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image