લોયાધામે ભવ્યાતિભવ્ય ઉજવાયો ગણેશ મહોત્સવ અને જળજીલણી મહોત્સવ
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામમાં તારીખ ૫-૯-૨૦૨૨ ના રોજ હરિજયંતીના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા અને પ.પૂ.સ.ગુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આસપાસના ગામડાના ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા.
આ દિવસે સત્સંગ સભા યોજાઈ હતી. શાસ્ત્રીજી સ્વામીએ કથા દરમિયાન હરિભક્તોને ગણપતિજીના જીવન અને ઉત્સવમાંથી બોધ અંગે જણાવતા કહ્યું હતું કે જેમ ગણેશજીએ માતા-પિતાની સેવા અને આજ્ઞા માની તેમજ આપણે માતા-પિતાની આજ્ઞા માનવી.ઇન્દ્રિયો- અંત:કરણને સંયમિત રાખી જીવન જીવીએ.આપણા માટે માતા-પિતા પહેલું તીર્થ છે.
અંતે ગણેશજીનું વૈદિક પદ્ધતિથી પૂજન કરી સ્થાપન કર્યું.બધા ભક્તોએ નૃત્ય કરી ગણેશજીના વધામણા કર્યા.
અને તારીખ ૭-૯-૨૦૨૨ જળજીલણી એકાદશીના રોજ ના લોયાધામમાં પ્રસાદીભૂત પાતાળિયા કુવે ભગવાનને જળવિહાર કરવા યાત્રા લઇ ગયા.કીર્તન સાથે પાંચ આરતિ કરી અંતે ગણેશજીનું વિસર્જન કરી બધા ભક્તોએ સ્નાનોત્સવ કર્યો.પ્રસાદ લઇ સહુ છુટા પડ્યા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.