બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા ખાતે ખનીજ ચોરી ઝડપી પાડતું - At This Time

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા ખાતે ખનીજ ચોરી ઝડપી પાડતું


બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો.જીન્સી રોય તથા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી-બોટાદ પી.એલ.ઝણકાતના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે,ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ કરવા અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અન્વયે કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે બરવાળા પ્રાંત અધિકારી અને સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી એસ.વી.ચૌધરીના વડપણ હેઠળ બરવાળા સબ ડીવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને ખનીજની બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ ન થાય તે હેતુથી મામલતદારશ્રી-રાણપુર તથા સ્ટાફની ટીમ બનાવી રાણપુર તાલુકામાંથી સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે અન્વયે રાત્રીના સમયે સરપ્રાઇઝ ચેકિંગમાં કિનારા, રાણપુર-ધંધુકા હાઇ-વે પર ભાદર નદી લીઝ વિસ્તારમાંથી આવતાં ડમ્પર નં.GJ 35 T 8181 ને અટકાવી તેના ડ્રાઇવર જયેશ કે. પરમાર, રંગપુર તા.ધંધુકાની પુછપરછ કરી વજન પાવતી તથા રોયલ્ટી પાસ માંગવામાં આવ્યા હતા. પરંતુ,તેની પાસે વજન પાવતી તથા રોયલ્ટી પાસ નહી મળતાં નિયમોનુસાર સીઝ કરી પી.એસ.આઇ.શ્રી-રાણપુરને કસ્ટડી સોંપવામાં આવી હતી.તેમજ ગુજરાત મીનરલ (પ્રીવેંશન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાંસ્પોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ ૨૦૧૭ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવા મદદનીશ ભુસ્તરશાષ્ત્રી, ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતું-બોટાદને સીઝર હુકમ મોકલી આપવામાં આવ્યો હતો. વાહનમાં સાદી રેતી મળી આવી હતી, તે સંદર્ભે ડ્રાઇવરને પુછતાં તેણે ભાદર નદી પટ્ટના લીઝ વિસ્તારની બહારથી ભર્યો હોવાનું જણાવ્યું હતું.

આરોપીનું નામ જયેશ કે.પરમાર (ડ્રાઇવર) રહે.રંગપુર તા.ધંધુકા જિ.અમદાવાદ,
આરીફભાઇ (વાહન માલીક), ધંધુકા જિ.અમદાવાદ છે. ડમ્પર (૧૦ વ્હિલ) GJ 35 T 8181
ખનિજ સાથે અંદાજે કિંમત રૂપિયા ૨૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરી શ્રી એન.એમ.વ્યાસ સર્કલ ઓફિસર-રાણપુર મામલતદાર કચેરી-રાણપુર તથા પ્રાંત કચેરી-બરવાળાની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.
000000


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image