એક નંબર, બે વાહનો: બોટાદ LCBએ લાખેણી ગામે 8.50 લાખના બે પીકઅપ કબ્જે કર્યા
(રિપોર્ટ અસરફ જાંગડ)
મિલકત સબંધી ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ બોટાદ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. વનરાજભાઇ વિશુભાઇ બોરીયા નાઓને મળેલ બાતમી મળેલ કે દેહુરભાઇ જીવણભાઇ બોળીયા રહે. લાખેણી ગામ, બાપા સીતારામ ચોક વાળો પોતાની બન્ને મહેન્દ્રા બોલેરો પીક-અપમાં એક જ નંબરની આર.ટી.ઓ. રજીસ્ટર નંબર લગાડી બન્ને વાહનો ચલાવે છે જે વાહનો હાલ તેના ઘર પાસે પડેલ છે જે બાતમી આધારે સદરહુ જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર ઇસમ ઘરે હાજર ન હોય તથા તેના ઘર પાસે આર.ટી.ઓ. રજી.નંબર GJ-03-AV-7842 વાળી બે બોલેરો પીક-અપ વાહન મળી આવેલ જે બંનેના એન્જીન નંબર તથા ચેસીસ નંબર વેરીફાય કરતા અલગ અલગ હોય જેથી બંને મહેન્દ્રા બોલેરો પીક-અપ નંગ - ૦૨ ની કિ.રૂ. ૮,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી દેહુરભાઇ જીવણભાઇ બોળીયા રહે. લાખેણી ગામ, બાપા સીતારામ ચોક તા.જી.બોટાદ વાળા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
