બરવાળા તાલુકાનો 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' તા. ૨૬/૦૩/૨૦૨૫ના રોજ યોજાશે: ૧૦/૦૩/૨૦૨૫ સુધી પ્રશ્નો માટે અરજી કરી શકાશે - At This Time

બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૬/૦૩/૨૦૨૫ના રોજ યોજાશે: ૧૦/૦૩/૨૦૨૫ સુધી પ્રશ્નો માટે અરજી કરી શકાશે


બરવાળા તાલુકાનો 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' મામલતદાર કચેરીના સભાખંડમાં, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૬/૦૩/૨૦૨૫ બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાશે બરવાળા તાલુકાના આ તાલુકા કક્ષાના જાહેર ફરિયાદ નિવારણ ("સ્વાગત") કાર્યક્રમમાં બરવાળા તાલુકાના નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો રજુ કરી શકાય છે સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇ તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ મામલતદાર, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image