દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને હોલસેલ કાપડ માર્કેટનાં અમદાવાદ એન્ડ સુરત એસોસિયેશનના ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ યોજી પ્રેસ કોન્ફરન્સ.
દિવાળી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, પરંતુ તે શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા પણ ઉજવવામાં આવે છે. દિવાળી પાછળ ઘણી વાર્તાઓ છે, જેનો મૂળ વિષય અનિષ્ટ પર સારાની જીત છે. દિવાળી સંબંધિત કેટલીક માન્યતાઓ છે.
હિંદુ ધર્મ અનુસાર, કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો. તેથી, આ દિવસે માતા લક્ષ્મીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે.
એક માન્યતા અનુસાર, ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા અને અયોધ્યાના લોકોએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું.
દિવાળી તહેવાર આવવા ને હવે ગણ્યાં ગાંઠ્યા દિવસો જ બાકી છે અને અમદાવાદ શહેરની જનતા દિવાળી પહેલા આવતી નવરાત્રીને લઈને બજારમાં ખરીદારી કરતી જોવા મળી રહી છે.અમદાવાદ શહેરમાં રેડીમેઈડ અને ગારમેન્ટની દુકાનોમાં આવનાર નવરાત્રી અને દિવાળીના તહેવારો ને લઈને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આવનાર દિવાળી તહેવારને લઈને કાપડ બજારના અમદાવાદ એન્ડ સુરત એસોસિયેશનના ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કર્યું હતું.આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈને કાપડ માર્કેટમાં તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે.વધુ માં વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કાપડ બજારમાં દર વર્ષ કરતા આ વર્ષે તેજીનો માહોલ વધું પડતો જોવા મળી રહી રહ્યો છે અને આ માહોલ લગભગ ચાર થી પાંચ મહિના સુધી રહશે.
લાંબા સમયથી કાપડ માર્કેટમાં મંદીનો માહોલ સર્જાયેલો હતો.જે માહોલ હવે બદલાયો હોય તેમ ગ્રાહકો મોટા પ્રમાણમાં ખરીદારી કરતાં જોવા મળી રહ્યા છે. કાપડ બજારના નાના વેપારીઓ થી લઈને હોલસેલ કાપડ માર્કેટમાં ધંધો કરતા વેપારીઓ ને ત્યાં હવે તેજીનો માહોલ સર્જાયો હોય તેમ હોલસેલમાં કાપડ ખરીદી કરતાં વેપારીઓ પણ નજરે પડી રહ્યા છે.
હોલસેલ કાપડ માર્કેટમાં રેડીમેઈડ, કુર્તી અને ગારમેન્ટ એમ ત્રણેય સેક્ટરો માં ઉત્પાદન ની સાથે-સાથે માંગ પણ વધી છે.ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ હોલસેલ કાપડ માર્કેટની વધું માહિતી આપતાં જણાવ્યું હતું કે દિવાળી બાદ કાપડ માર્કેટ સાત થી દસ દિવસ સુધી કાપડ બજાર બંધ રહેશે.કાપડ નો રેડીમેઈડ અને હોલસેલ કાપડનો ધંધો કરતા વેપારીઓને દિવાળી તહેવારને લઈને એક સંદેશો આપતાં જણાવ્યું હતું દરેક વેપારીઓ એ પહેલેથી જ પોતપોતાની દુકાનોમાં રેડીમેઈડ, કુર્તી અને ગારમેન્ટનો સ્ટોક કરી લેવો જોઈએ, જેનાં કારણે આપની દુકાનમાં આવનાર ગ્રાહકોને ખાલી હાથે નાં જવું પડે.
REPORT BY: SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.