દામનગર લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા હનુમાનજી મંદિર મુકામે યોજાયેલ ૫૩ મા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ - At This Time

દામનગર લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા હનુમાનજી મંદિર મુકામે યોજાયેલ ૫૩ મા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ


દામનગર લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા હનુમાનજી મંદિર મુકામે યોજાયેલ ૫૩ મા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી ૫૩ મા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તારીખ ૨૧-૦૯-૨૦૨૨ ને બુધવારે આયોજન કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા તથા આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. તેમજ નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૪,૦૦૦ પત્રિકાનું આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં ,૧૬૧ દર્દીઓએ લાભ લીધો હતો અને ૩૮ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં લાવી નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા. જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના નંબર ચેક કરી ચશ્મા વિતરણ પણ કરવામાં આવેલ હતું.

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના ત્રીજા બુધવારે ભૂરખીયા હનુમાનજી મંદિરમાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થાય છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ  લાયન ભુપતભાઇ ભુવાના નેજા હેઠળ લાયન પ્રા. એમ. એમ.પટેલ, લાયન બિમલભાઈ રામદેવપુત્રા, ,લાયન દિનેશભાઈ સોરઠીયા, શ્રી દર્શનભાઈ ચૌહાણ તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. દર્શિતભાઈ ગોસ્વામી, કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભીલ અને તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના સંચાલકશ્રી ગોપાલભાઈ  ચુડાસમા, શ્રી દેવજીભાઈ સિંધવ તેમજ નરશીભાઈ ડોડીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પી. આર. ઓ.  લાયન એમ. એમ. પટેલ જણાવે છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.