બ્લેક ડાયમંડ અને ડાયમંડ એક્સચેન્જ આઈડી મારફત જુગાર રમતા બે પંટર ઝડપાયા - At This Time

બ્લેક ડાયમંડ અને ડાયમંડ એક્સચેન્જ આઈડી મારફત જુગાર રમતા બે પંટર ઝડપાયા


સદર બજાર,શીતલ પાર્ક અને નવાગામમાં મોબાઈલ આઇડીમાં જુગાર રમનાર બે તેમજ વર્લી ફિચરનો જુગાર રમતાં એક શખ્સને ઝડપી લઇ તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમે શહેરના સદર બજાર વિસ્તારમાં એસ.કે. વેલ્ડીંગ પાસે સંતોષ સીઝન સ્ટોર નજીક ખૂણે અર્ષદ અલ્તાફભાઈ પારેખ (ઉ.વ 32 રહે. નેહરુનગર શેરી નંબર-3, રૈયા રોડ,રાજકોટ, મૂળ અમરેલી)ને મોબાઈલ આઈડી મારફત જુગાર રમતા ઝડપી લીધો હતો.
આરોપી બ્લેક ડાયમંડ 9.કોમ નામની જુગાર રમવાની માસ્ટર આઇડી રાખી અન્ય આરોપીને મોબાઇલમાંથી જુગાર રમવાની આઈડી ફોરવર્ડ કરી જુગાર રમતો અને રમાડતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આરોપી પાસેથી રૂ. 5,000 ની કિંમતનો મોબાઇલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં પીસીબીની ટીમે જામનગર રોડ પર શીતલ પાર્ક પાસે બગીચાના ખૂણેથી હર્ષ નિલેશભાઈ દવે (ઉ.વ 28 રહે. હાટકેશ્વર ચોક, પેલેસ રોડ રાજકોટ)ને ડાયમંડ એક્સચેન્જ 247.કોમ નામની આઈડી મારફત આઇપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લીધો હતો.
પીસીબીની ટીમે આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા તપાસ આદરી છે.તેમજ પીસીબીના વધુ એક દરોડામાં નવાગામ વછરાજ હોટલ પાછળ જલારામ ટ્રાન્સપોર્ટની સામે જાહેરમાં વરલી ફિચરના આંકડા લઈ રહેલા તખતસિંહ રામસિંહ સોલંકી (ઉ.વ 70 રહે. માયાનીનગર આરએમસી ક્વાર્ટર) નામના રીક્ષા ચાલકને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image