ગરબાડા તાલુકા સહિત પંથકમાં પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ ખાબક્યો. - At This Time

ગરબાડા તાલુકા સહિત પંથકમાં પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ ખાબક્યો.


આદિવાસી સમાજમાં લગ્નની સિઝન શરૂ થતાં લગ્ન પ્રસંગમાં વરસાદ ખાબકતા જાનૈયાઓ મુશ્કેલીમાં મુકાયા.

ગરબાડા તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો.

ગતરોજ તારીખ ૧૧/૦૫/૨૦૨૪ ના રોજ સાંજના સમયે ગરબાડા તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ચોમાસાની ઋતુ નો અનુભવ થયો હતો ત્યારે ભર ઉનાળે પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું અને ઉનાળા પાક સહિત પશુઓ માટે મૂકી રાખેલ ઘાસચારો ભીંજાઈ જવા પામ્યો હતો ત્યારે કેટલાક ખેડૂતોએ તૈયાર પાક તેમજ ઘાસચારા ને બચાવવા માટે તાડપત્રી થી ઢાંકી દેવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોમાં કમોસમી વરસાદ વરસતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું તેમજ ભર ઉનાળે પણ કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તથા હાલ આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન શરૂ થઈ હોય જેથી લગ્ન માટે વરરાજા જાન લઈ માંડવે પહોંચી ગયા હોય પરંતુ ખરા સમયે કમોસમી વરસાદ ખાબકતા લગ્ન પ્રસંગોમાં ખલેલ પહોંચી હતી અને લગ્ન પ્રસંગે મંડપ પણ ભીંજાઈ જતા જાનૈયાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.