રાજપારડી પોલીસની સરાહનિય કામગીરી, પાણીમાં ફસાયેલા પાંચ લોકોને સફળ રેસક્યું કરી જીવ બચાવ્યા - At This Time

રાજપારડી પોલીસની સરાહનિય કામગીરી, પાણીમાં ફસાયેલા પાંચ લોકોને સફળ રેસક્યું કરી જીવ બચાવ્યા


દિવસ દરમિયાન થયેલ ભારે વરસાદને લઇને ઠેરઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ઝઘડિયાના તાલુકાના રાજપારડી ગામે નીચાણવાળા વિસ્તારની રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાયું હતું. રાજપારડી ગામની
શાસ્ત્રીનગર સોસાયટીમાં ભરાયેલા પાણીમાં ચાર નાગરિકો પાણીની વચમાં ફસાયા હતા. જેને લઇને આ નાગરીકોને સલામત રીતે બહાર લાવવા માટે અગ્રણીઓ તેમજ પોલીસ દ્વારા સફળ રીતે રેસક્યુ કરવામાં આવ્યું હતું. પીએસઆઇ કે.બી.મીરના માર્ગદર્શન હેઠળ ટાઉન જમાદાર મહેન્દ્ર વસાવાએ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચીને ગામના સરપંચ કાલિદાસ વસાવા,તલાટી રાજેશભાઇ તેમજ પંચાયત સદસ્યો નિલેશ સોલંકી, સંજય વસાવા અને વિશાલ વસાવાની મદદથી પાણીમાં ફસાયેલ ચાર નાગરીકોનું રેસક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ઉપરાંત તાલુકાના અન્ય સ્થળોની વાત કરીએ તો મઢી ઘાટ ખાતે સલામતીના પગલા રૂપે ઝઘડિયા પીઆઇ વાળા દ્વારા થોડો સમય માટે ઘાટ બંધ કરાવાયો હતો. જ્યારે ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડે જીઆઇડીસી વિસ્તારમાં અવિરત વરસાદને લઇને કોઇ સમસ્યા ના ઉદભવે તે માટે ટીમ સાથે ચાંપતી નજર રાખી હતી.જ્યારે ઉમલ્લા પાણેથા રોડ પર વરસાદને લઇને વૃક્ષોની મોટી ડાળીઓ પડતા વાહનવ્યવહાર ગુંચવાયો હતો,આ બાબતની જાણ થતાં ઉમલ્લા પીએસઆઇ ચૌધરીએ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચીને માર્ગ ઉપર અડચણરૂપ પડેલ ડાળીઓ હટાવીને વાહનવ્યવહાર પુર્વવત કર્યો હતો. ઝઘડિયા તાલુકામાં આજે સતત વરસાદને પગલે કોઇ જાનહાની ન થાય તે માટે સ્થાનિક પોલીસે સતત નજર રાખીને સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાની લોકોને પ્રતીતિ કરાવી હતી

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image