રાજકોટ થોરાળા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દેશીદારૂ તથા અખાધ્ય ગોળ પકડી પાડતી PCB ટીમ. - At This Time

રાજકોટ થોરાળા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દેશીદારૂ તથા અખાધ્ય ગોળ પકડી પાડતી PCB ટીમ.


રાજકોટ શહેર તા.૨૨/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને મળેલ હકીકત આધારે રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ (૯) જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ તથા અખાધ્ય ગોળ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) ટ્રેકટર ચોક લાખાજીરાજ ઉધોગનગર શેરી.૧૪ ની સામે જાહેરમાં રાજકોટ. સોનલબેન વિપુલભાઇ મણીલાલ ઝાલા ઉ.૪૦ રહે.ટ્રેકટર ચોક દેશી દારૂ લીટર-૮ કિ.૧૬૦૦ નો મુદ્દામાલ. (2) રાજમોતી મીલ પાછળ મયુરનગર શેરી.૧ જાહેરમાં રાજકોટ. દિવાળીબેન ગોવિંદભાઇ બજાણીયા ઉ.૫૫ રહે.ભાવનગર રોડ રાજમોતી મીલ પાછળ મયુરનગર શેરી.૧ રાજકોટ. દેશી દારૂ લી.૧૦ કિ.૨૦૦૦ નો મુદ્દામાલ. (3) બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી.૨ જાહેરમાં રાજકોટ. જીણીબેન ચનાભાઈ પાટડીયા ઉ.૫૦ રહે.બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી.૨ રાજકોટ. દેશી દારૂ લિ.૫ કિ.રૂા.૧૦૦૦ નો મુદ્દામાલ. (4) ગંજીવાડા શેરી.૭૩ થોરાળા ભાવનગર રાજકોટ. અજયભાઇ ગોરધનભાઈ રંગપરા ઉ.૪૩ રહે.ગંજીવાડા શેરીનં.૭૩ થોરાળા ભાવનગર રોડ રાજકોટ. દેશી દારૂ લીટર-૧૫ કિ.રૂા.૩૦૦૦ નો મુદ્દામાલ. (5) બાપાસીતારામ સોસાયટી કુબલીયા પરા શેરી.૪ રહેણાંક મકાનમાં રાજકોટ. અજયભાઈ રમેશભાઈ રાઠોડ ઉ.૧૯, શારદાબેન ભરતભાઇ રાઠોડ દેશી દારૂ લીટર-૧૦ કિ.૨૦૦૦ નો મુદ્દામાલ. (6) કુબલીયાપરા શેરી.૫ ચંદ્રીકા પાન પાછળ રહેણાંક મકાનમાં રાજકોટ. મનીશભાઇ ચમનભાઈ સોલંકી ઉ.૩૭ દેશી દારૂ લીટર-૧૭ કિ.રૂા.૩૪૦૦ નો મુદ્દામાલ. (7) બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરીનં.૧૦ ખુણે જાહેરમાં રાજકોટ. મયુરભાઈ નાથાભાઇ કોબીયા ઉ.૨૨, અનીલ નાથાભાઇ કોબીયા રહે.બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરીનં.૧૦ રાજકોટ. દેશી દારૂ લીટર-૭ કિ.રૂ.૧૪૦૦ નો મુદ્દામાલ. (8) ચુનારાવાડ શેરીનં.૧ રામનાથ પરા મંદિરની સામે જાહેરમાં રાજકોટ. વિશાલ કીશનભાઈ સોલંકી ઉ.૩૨ દેશી દારૂ લીટર-૧૦ કિ.રૂા.૨૦૦૦ નો મુદ્દામાલ. (9) કુબલીયા પરા શેરીનં.૫ મહાકાળી પાન વાળી શેરી જાહેરમાં રાજકોટ. બળવંતભાઇ બટુકભાઈ રાઠોડ ઉ.૨૭ અખાધ્ય ગોળ ના ડબ્બા કુલ નંગ-૩૫ અખાધ્ય ગોળ કિ.રૂા.૧૦,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image