ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વીસીઈ ધરણા પ્રદર્શન કરે તે પહેલા પોલીસે તમામની અટકાયત કરી
સરકાર સાથે અવાર નવાર મીટીંગોમાં માંગણીઓ પ્રત્યે આશ્વાસન આપે છે છતાં વિવિધ માંગણીઓ હલ ના થતા ગાંધીનગર વિરોધ પ્રદર્શન
પોલીસ અટકાયત બાદ પણ પોલીસના સભાખંડમાં કમિશન પ્રથા બંધ કરો, શોષણ બંધ કરોના નારા સાથે વિરોધ અને સૂત્રોચ્ચારો ચાલુ
ગોસા(ઘેડ)તા.૨૪/૦૨/૨૦૨૫
ગુજરાત રાજ્યમાં ઈ-ગ્રામ, વિશ્વ્ -ગ્રામ સોસાયટી ના ૧૪૦૦૦થી પણ વધુ VCE ના પોલીસીમાં બદલાવ કરીને ન્યાય અપાવવા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી vce ઓ ગાંધીનગર ખાતે પોતાની માંગણીઓ અંગે રજુઆતમાં આપેલ સમય મર્યાદા માં હલ નહીં કરતા અને ન્યાય નહીં આપવામાં આવતા આજરોજ ૨૪ ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતે ધારણા કાર્યક્રમ કરવા અને ગાંધીજી સિંધિયા માર્ગે તબક્કા વાર કાર્યક્રમ આપવા માટે એકઠા થયા હતા . હજુ તો કાર્યક્રમ ની શરૂઆત કરે તે પહેલા સરકાર દ્વારા પોલીસને મોકલીને ગાંધીનગર ખાતે એકઠા થયેલા સમગ્ર રાજ્યના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને કોઈ પણ જાતની વાત સાંભળ્યા વગર પોલીસ આવીને પોલીસ વાહનમાં અટક કરી અસંખ્ય વીસીઈ ભાઈ-બહેનોને ગાંધીનગર સેક્ટર-૨૭ ડીએસપી ઓફિસ ખાતે જઈ સભા હોલ ખાતે નજર અંદાજ કરી લીધા હતા.ત્યાં પણ વીઈસીઈ ભાઈ-બહેનોએ સુત્રોચારો ચાલુ રાખ્યા હતા
ગુજરાત, ગુજરાતમાં ઈ-ગ્રામ, વિશ્વ્ ગ્રામ સોસાયટી ની સ્થાપના કરીને ગામના છેવાડામાં છેવાડે રહેતા નાગરિકોને ગ્રામ સચિવાલય થી માંડીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સંપર્કિત કરવા માટે નો એક સુસજ્જ અને પવિત્ર અભિગમને આકાર આપ્યો. જે સુંદર રીતે સાકાર પણ થયો અને અત્યારે પણ ચાલુ છે. આ ઈ -ગ્રામ સોસાયટી માં ગ્રામજનોને ઘેર બેઠા દરેક સુવિધા મળી રહે અને સરકાર શ્રી ની દરેક યોજનાઓ નો લાભ વચેટિયાથી મુક્ત રીતે લાભ મળે તેવા આયોજનથી વર્ષ ૨૦૦૬-૭ માં ઈ -ગ્રામ યોજના અમલ માં મૂકી જેનો મૂળભૂત પાયો એટલે vce (વિલેજ કોમ્પ્યુટર આંતર પ્રિન્યોર).ઈ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટીકમ મંત્રી ના સહાયક તરીકે ગામમાં ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક(વિલેજ કોમ્પ્યુટર આંતર પ્રિન્યોર )VCE.ની સેવાઓ પ્રાઈવેટ પાર્ટન શીપના ઘોરણે ઈ-ગ્રામ પંચાયત ખાતેથી નિમણુક આપવામાં આવેલી છે.
વર્ષ ૨૦૦૬-૭ માં ઈ -ગ્રામ યોજના અમલ માં મૂકેલી આ યોજનાની અઅંતર્ગત VCE ની સરકાર પગાર આપવાની વાત આવે તો કહે કે તમો સરકારી કર્મચારી નથી જ્યારે કામગીરી તો સરકારી કર્મચારી થી પણ વિશેષ રાત હોય કે દિવસ રજા હોય તો પણ સરકારી અધિકારીઓ કામગીરી કરાવવા માં પાછા પડતા નથી છતાં વીસીઈઓના ચોક્ક્સ વેતન કે કાયમી કરવા અંગેની તેમની માંગણીનો પ્રશ્ન હલ થતો નથી.
આ યોજના ચાલુ થઈ ત્યારથી હાલના સમયે જે કમિશન અપાય છે તેમા વધારો થયો નથી પરંતુ કાળક્રમે મોઘવારીમાં સતત વધારો થવા પામેલ છે. ત્યારે હાલમા મોંઘવારી ના સમય પ્રમાણે કમિશનમાં વધારો, ઓનલાઈન કામગીરી માં રૂ.૫ થી ૧૬ જેવી રકમ જે આપવામાં આવે છે તેમાં વધારો કરવા.વી.સી.ઈ. ની જે કામગીરી છે તે કામગીરી અન્ય જગ્યાએ પણ આપવામાં આવેલ છે. સરકારી યોજનાની તે બંધ કરવા, લઘુતમ વેતન અથવા ફીક્સ પગાર સહિતની માંગણી ઓ મામલતદાર કચેરી થી માંડીને ટી.ડી.ઓ., ડી.ડી.ઓ ઓફિસે થી માંડી ને કલેક્ટર કચેરી તેમજ રાજ્ય લેવલે દરેક લાગુ પડતા સચિવ કક્ષાએ, ધારાસભ્યશ્રીઓ, પ્રધાન મંત્રી મહોદયશ્રીઓને આવા નિતિ વિષયક પોલીસીમાં બદલાવ લાવવા અને કોઈ ચોક્કસ વેતન કે પગાર ઘોરણ લાગુ કરવા આવેદનપત્રો આપ્યા છે, પણ એનો કોઈ સાનુકુળ પ્રત્યુતર મળતો નથી. બસ માત્ર એક જ જવાબ તમે સાહસિક છો સાહસ કરો !
ગુજરાત રાજ્યમાં સને ૨૦૦૬-૭માં અમલી બનાવેલ ઈ -ગ્રામ યોજના અમલમાં મૂકી ત્યારથી વીસીઈઓ રાજ્યના દરેક ગામડાઓમાં ગ્રામ પંચાયત ખાતે કાયમી નોકરિયાત તલાટી મંત્રીશ્રીની હાજરી ના હોય તો પણ વગર પગારની ફરજ હોવા છતાં કાયમી વી.સી.ઈ.ની હાજરી હોવાથી ઈ –ગ્રામ સેન્ટર ખુલ્લુ રાખતાં ગ્રામજનોને સમયસર સરકારશ્રીની વિવિઘ યોજના ઓની કામગીરી કરવામા આવતાં લાભો મળી રહે છે. માત્ર નહિવત જેવુ કમીશન મળવા છ્તાં પુરા ખંત અને નિષ્ઠા પુર્વકની સત્તત હાજરી ના કારણે જ આજે ગુજરાતની ડિજિટલ ટ્રાન્સ્ફોર્મેશન દેશમાં ૭૫ હજાર ગ્રામ પંચાયતો ઓપરેશનલ માં સૌથી મોખરે આવી હોય તો તે સરકરી પગાર લેતા નોકરિયાતો ના કારણે નહિ પણ એક વગર પગારે માત્ર નજીવા કમીશનામાં ગુજરાત રાજ્યના ૧૪૦૦૦ થી પણ વધુ ફરજ બજવતા VCE ઓને આભારી છે.
ત્યારે ગ્રામ્ય કક્ષાએ ૧૫માં નાણાપંચ યોજનાની વિવિધ કામગીરી તેમજ સરકારશ્રીની વિવિધ યોજના ડેટા એન્ટ્રીઓ તાત્કાલિક અને સમયર કરવા અને માહિતિ તૈયાર કરવા માટે તમામ ગ્રામ પંચાયત કચેરી ખાતે VCE કચેરી દરમ્યાન સમય દરમ્યાન હાજરી હોય અને આકસ્મિક સમયે સત્વરે ઉપલબ્ધ થાય તે માટે VCEએ કરેલ ડેટા એન્ટ્રીની કરેલ કામગીરી નું ઈન્સેન્ટીવ નું ચુકવણું ૧૫માં નાણાપંચ યોજનાની ૧૦% બેઝીક (અનટાઈડડ) ગ્રાંટમાંથી કરવા પંચાયત ગ્રામ ગ્રુહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગાંધીનગર દ્વારા પરિપત્ર કરી ચુકવણુ કરવા જણાવેલ છ્તાં વીસીઈના હક્ક્ના થતા હોય છતાં આજની તારીખે હકના મહેનતના કામગીરી નું ઈન્સેન્ટીવ નું ચુકવણું કરવામાં પંચાયતો ગલ્લા તલ્લા કરી ચૂકવતી નથી.
ત્યારે પોલિસીમાં બદલાવ લાવી ગ્રામ પંચાયતા સરપંચ રાગદ્વેશ ઉભા કરી વગર વાંકે પોતાના માણસો ને રાખવા છુટા કરી દીધેલ ને પાછા લાવવા તેમજ સરપંચ દબાવી રાજીનામુ ન લઈ શકે અને ફરજ મુક્ત ના કરી શકે તેમજ મોંઘવારીના મયમાં માનભેર સમજમાં વીસીઈ પરિવારજોનું ગુજરાન સરકારી નોકરિયાતો ની જેમ લાભ મળે અને જીવન ચલવવામાં મુશ્કેલી ના થાય તે રીતે વેતન મળી રહે તેમજ ડેટા પેકના બદલે સરકારી ઈન્ટરનેટ ની સુવિધા તેમજ આજના સમયને અનુરૂપ ફિક્સ પગાર યા લઘુતન વેતન નક્કી કરવા સૌ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર આંતર પ્રિન્યોર VCE).ની માંગીણીઓ ને પ્રત્યે કોઈ દરકાર ના કરતા આજે ૨૪ ફેબ્રુઆરી ના રોજ ગાંધી ચિંધ્યા રાહે ગાંધીનગર હડતાલ માં સમગ્ર રાજ્યમાંથી વીસીઈઓ ભાઈઓ -બહેનો ઉમટી પડ્યા હતાં. અને હડતાલની કોઈ રણનીતિ ગોઠવે તે પહેલા જ ગાંધીનગર પોલીસે સમગ્ર આંદોલન કારી વિસીઈઓની ગાંધીનગર ડીએસપી ઓફિસ ૨૭ સેક્ટર ખાતે પીલીસે અટક કરી લીધી છે. તેમ ગાંધીનગર પોલીસ હોલ ખાતે થી ગુજરાત રાજય ગ્રામ્ય પંચાયત કોમ્પ્યુટર સાહસિક( ઓપરેટર) મંડળ ના મહામંત્રી પંકજકુમાર જી પરમાર દ્વારા જણાવાયું છે
રિપોર્ટર :-વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
