શિવરાત્રીના મહાપર્વ પર લુણાવાડા પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર “હર હર મહાદેવ” ના નાદથી ગુંજી ઉઠ્યું
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોના ઓમ નમઃ શિવાય ના તથા હર હર મહાદેવ ના નાજ થી ગુંજી ઉઠ્યું .શિવરાત્રીના મહાપર્વ એટલે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના નો દિવસ હોવાથી શિવભક્તો દ્વારા લુણાવાડાના લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને આસ્થાથી પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથ પાસે પોતાના મનની મુરાદો લઈને આવતા હોય છે ત્યારે વહેલી સવારથી જ લુણેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું
લુણેશ્વર મહાદેવ મંદિર ના દર્શન કરી મનની મુરાદો ભગવાન ભોળાનાથ પૂરી કરે છે અહીંયા લુણેશ્વર દાદા ના દર્શન કરવા આવેલા ભક્તો ક્યારેય નિરાશ થતા નથી અને તેઓની હરેક મનુકામના પૂરી થતી હોય છે સ્ટેટ વખતથી આ લુણેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત છે અને લુણેશ્વર મહાદેવ મંદિર ના નામ પરથી લુણાવાડા નામ પાડવામાં આવ્યું હતું અને ભક્તો હર હર મહાદેવ ના નાજ સાથે વહેલી સવારથી જ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા
લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સહિત અન્ય અધિકારીઓ પણ લુણેશ્વર દાદા ના દર્શન કરી પોતે ધન્યતા અનુભવતા હોય તેવું જણાવ્યું હતું
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
