યોગ દિવસની વિશિષ્ઠ રીતે  ઉંડા પાણીમાં ઉજવણી ! જમીન છોડી પાણીમાં કરાયા બાર યોગાસન ! - At This Time

યોગ દિવસની વિશિષ્ઠ રીતે  ઉંડા પાણીમાં ઉજવણી ! જમીન છોડી પાણીમાં કરાયા બાર યોગાસન !


યોગ દિવસની વિશિષ્ઠ રીતે  ઉંડા પાણીમાં ઉજવણી !

જમીન છોડી પાણીમાં કરાયા બાર યોગાસન !

સ્વરક્ષા અને જીવન રક્ષા ક્ષેત્રે મહારથ હાંસલ કરવા પાણીમાં યોગ મહત્વના !

  યોગ સારી કસરત પણ,  તરણ ક્રીયા વિશ્વની સોથી ફાયદાકારક કસરત છે !

સુરત શહેરમાં છેલ્લા ૧૮ વર્ષથી સ્વિમિંગ સાથે જોડાયેલા અને ૧૬ લોકોને તાપીનદી માંથી ડુબતા બચાવી જીવનરક્ષાના કાર્યો સાથે જોડાયેલા પ્રકાશકુમાર વેકરીયા દ્વરા જમીન પર ન કરતા પદ્માસન, શિર્શાસન, ચક્રાસન, હલાસન, શવાસન, મયુરાસન, ચલશિર્શાસન વગેરે ૧૨ જેટલા આસનો વિશેષ રીતે સ્વિમિંગપુ, નદીઓ, સમુદ્ર વગેરેમાં ૧૦ થી ૫૦ ફુટ પાણાીમાં કરી બતાવી ૨૧-જુન ૨૦૨૪ ના દિને ગુજરાતના યોગપ્રિય યોગીઓને પ્રેરણા સંદેશ પાઠવવામાં આવ્યો .
વિશેષમાં પ્રકાશ વેકરીયા દ્વારા સરપ્રદ લોકોને એક આહવાન પણ કરતા જણાવવામાં આવ્યુ કે યોગ એક સારી કસરત છે પરંતુ તરણ ક્રીયા (સ્વિમિંગ) એ વિશ્વની સારામાં સારી કસરત છે જ્યાં લાંબુ, શુદ્ધ, ૧૦૦ ટકા આરોગ્યપ્રદ જીવન પામવાનો સૌથી સરસ માર્ગ પણ મળે છે, જેને જો પબ્લીક સ્વિકારી લે તો આવનારા સમયમાં લગભગ માનવ રોગો માંથી છુટકારો મળી શકે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.