મેંદરડા ખાતે વંદે માતરમ સેવા સમિતિ દ્વારા આંબેડકર ચોકમાં સાંજે સાત વાગ્યે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવેલ - At This Time

મેંદરડા ખાતે વંદે માતરમ સેવા સમિતિ દ્વારા આંબેડકર ચોકમાં સાંજે સાત વાગ્યે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવેલ


મેંદરડા ખાતે વંદેમાતરમ્ સેવા સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે સાંજે ૭ વાગ્યે શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ

આ કાર્યક્રમમાં સમિતિના સભ્યો ગ્રામજનો વેપારીઓ બાળકો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણે ઉજવી રહ્યા છીએ અને ભારતનો દરેક નાગરિક સ્વતંત્રતા અનુભવી રહ્યો છે તેની પાછળ અનેક ક્રાંતિકારીઓનું લોહી રેડાયેલું છે.ભારતને અંગ્રેજ શાસનમાંથી સ્વતંત્ર કરી અખંડ ભારતના જેમણે સ્વપ્ર જોયા હતા તેવા અનેક ક્રાંતિવીરોની શહીદીનો આજે દિવસ તેમના માનમાં મનાવવામાં આવી રહ્યો છે. વીર ભગતસિંહ,રાજ્યગુરુ અને સુખદેવ ને અંગ્રેજોએ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ નિર્દયતાપૂર્વક ફાંસી આપી હતી‌. સમગ્ર દેશ માટે શહીદ દિવસ મનાવી અનેક શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વંદે માતરમ સેવા સમિતિ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર ના પ્રતિનિધિ મહેશ બાપુ અપારનાથી,તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા, ગ્રામ.પં.સરપંચ જે.ડી.ખાવડુ, એકતા પરિષદ જિલ્લા મહામંત્રી કમલેશ મહેતા, નરેન્દ્ર સોલંકી,શ્રવણ ખેવલાણી સુરેશ પાનસુરીયા,વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ હિરેન ગાજીપરા,તાલુકા સમિતિ પ્રમુખ અશ્વિન ચાવડા,કિશોર સોલંકી,જગદીશ ગેડીયા તેમજ ગ્રામજનો,વેપારીઓ બાળકો વિવિધ સમિતિના આગેવાનો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતાકી જય વંદે માતરમ્ શહીદો અમર રહો વિવિધ નારોઓ લગાવી શહિદ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.