વઢવાણ શ્રીજીનગરના રહીશોએ પીવાના પાણીના પ્રશ્નને લઈને વઢવાણ વડોદ હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.
ચાર વર્ષથી આ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સામે રોષ વ્યકત કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે ખોડલધામ અને શ્રીજીનગર વિસ્તારની મહિલાઓએ આજે વઢવાણ-વડોદ સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે એક વર્ષથી તેઓ પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવે છે તંત્ર દ્વારા માત્ર એક કલાક પાણી આપવામાં આવે છે જો કે અધિકારીઓ ત્રણ કલાક પાણી આપવાનો દાવો કરે છે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી સર્જાતા મહિલાઓએ આક્રોશ પૂર્વક આંદોલન શરૂ કર્યું હતું હાઈવે પર ચક્કાજામને કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાણી છોડવાનો કોઈ નિશ્ચિત સમય નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ખોડલધામ અને શ્રીજીનગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બનતી જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
