માતૃભાષા સંવાદની સાથે સંસ્કૃતિને અભિવ્યક્ત કરવાનું સશક્ત માધ્યમ: વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ - At This Time

માતૃભાષા સંવાદની સાથે સંસ્કૃતિને અભિવ્યક્ત કરવાનું સશક્ત માધ્યમ: વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ


માતૃભાષા સંવાદની સાથે સંસ્કૃતિને અભિવ્યક્ત કરવાનું સશક્ત માધ્યમ: વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ

સંવેદનાઓને સહજતાથી વ્યક્ત કરવી હોય કે અઘરા વિષયને સરળતાથી સમજવા હોય.. માતૃભાષામાં એ શ્રેષ્ઠ રીતે થઈ શકે. માતૃભાષા એ આપણી સંસ્કૃતિ છે, સંસ્કાર છે, અસ્મિતા છે. માતૃભાષા એટલે આપણી સાચી ઓળખ. જે માટીમાં જન્મ લીધો એ માટીનો શ્વાસ એટલે આપણી માતૃભાષા. માનવજીવનના દરેક તબક્કે માતૃભાષા તેમની અનન્ય રીતે જોડાયેલી છે,આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999 ના રોજ કરવામાં આવી હતી અને 2000 માં 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું. લોકોમાં પ્રેમ, જાળવણી અને ભાષાના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.